Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

રાજકોટમાં મોરેશિયસના પ્રધાનમંત્રીનું કાલાવડ રોડ હોટલ રેજન્સી લગુન મહારાજા સ્યુટ રૂમમાં રોકાણ :શહેરના અગ્રણી નાગરિકો સાથે શાહી ડિનર લેશે

મોરેશિયસના પ્રધાનમંત્રીના ઊંધિયાની સ્વાદ માણશે

રાજકોટ;  મોરેશિયસના પ્રધાનમંત્રી  પ્રવીન્દ જુગન્નાથ  ગુજરાતની મુલાકાતે છે. એરપોર્ટથી એક કિલોમીટર રોડ શો પૂર્ણ કરીને તેઓ કાલાવડ રોડ પર આવેલી હોટલ રેજન્સી લગૂનમાં રોકાણ કરવાના છે.

આજે તેઓ રાજકોટના અગ્રણી નાગરિકો સાથે શાહી ડિનર કરવાના છે. જેને લઇને હોટેલ સંચાલક તથા વહીવટીતંત્ર દ્વારા આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હોટલમાં શાહી ડિનર ગોલ્ડન ડીશમાં પીરસવામાં આવશે. સ્ટાર્ટરથી લઈને આઇસ્ક્રીમ સુધી ખાસ તૈયારી કરવામાં આવી છે. શુદ્ધ શાકાહારી મેનુ આ ડિનરનું આકર્ષણ છે જેમાં વિદેશી મહેમાન ઉંધિયાની પણ લિજજ્ત માણશે.

મહારાજા સ્યુટ રૂમમાં રોકાશે. મોરેશિયસના પ્રધાનમંત્રી અંદાજે 1000 સ્ક્વેર ફૂટનો લેક ઉપર આવેલ સ્પેશયલ સ્યૂટ રૂમમાં મોરેશિયસના વડાપ્રધાન રાત્રી રોકાણ કરશે. આ રૂમનું ભાડું સામાન્ય રૂમના ભાડા કરતા વધારે છે.

રેટિંગમાં બેસ્ટ સ્કોર કરતું લગૂન

વૈશ્વિક નેતા, મોરેશિયસના વડાપ્રધાન રાત્રિ રોકાણ કરતાં હોય ત્યારે અનેક સરકારી તથા અન્ય એજન્સી તપાસ કરતી હોય છે. ત્યારે હોટલ રીજનસી લગૂનને ટોપ રેટિંગ મળ્યું છે. રસોડામાં સાફ સફાઈ, હોટલમાં શિષ્ટતા, ફ્રીઝ તથા અન્ય ચોકસાઈ સહિતની કામગીરી નિહાળ્યા બાદ તમામ અધિકારીઓએ ટોપ રેટિંગ આપ્યા હોવાનું જાણવા મળે છે. હોટેલના ડિરેકટર સુમિત પટેલ, અમિત પટેલની આગેવાની હેઠળ ટીમ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરેશિયસના પ્રધાનમંત્રીનું ડિનરનું મેનું

-બે સ્ટાર્ટર

-બે શૂપ

-બે સલાડ

-લેબેનિશ ડીશ-૨

-કોન્ટીનેટલ ૨ ડીશ

-ઇન્ડિયન ડીશ-૫ પ્રકારની સબ્જી

-બ્રેડ-૩ પ્રકારની

-સ્વીટ ડેઝર્ટ-૪ પ્રકારના

– ચા-કોફી અને મસાલા ચા

રાજકોટમાં આજે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવીન્દ જુગનાથ આવી પહોંચ્યા છે. એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા તથા સર્બાનંદ સોનોવાલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી બે કિલોમીટર સુધી મોરેશિયસના પ્રધાનમંત્રીનો રોડ શો યોજાયો હતો,જેમાં અલગ-અલગ સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું ડીજે ઢોલ નગારા અને નૃત્ય સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી દંપતીને રાજકોટવાસીઓએ આવકાર્યા હતા. રોડ શોના પગલે બે કિલોમીટરના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

(9:05 pm IST)