Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પ્રભુ મહાવીર જન્‍મકલ્‍યાણક પ્રસંગે સ્‍તવન ર્સ્‍પધા સંપન્‍નઃ ૬ર મહિલા મંડળોએ ભાગ લીધો

શેઠ ઉપાશ્રય તથા શેઠ પૌષધશાળા પ્રેરીત અને મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ સંકલીત : પ્રથમ કંકુ મહિલા મંડળ, દ્વિતીય મનહર પ્‍લોટ શાંતિનાથ પુત્રવધુ મંડળ અને યશ સહાયક મંડળ તથા તૃતીય તપસમ્રાટ શાંતિ મંડળ વિજેતા જાહેર

રાજકોટ તા. ૧૮ :.. સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મ અને ક્ષમા વિરસ્‍ય ભૂષણના દિવ્‍ય સંદેશો શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક અંતર્ગત સ્‍વ. વિજયાબેન માણેકચંદભાઇ શેઠ ઉપાશ્રય અને શેઠ પૌષધશાળા દ્વારા પ્રેરીત અને શ્રી મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ સંકલિત તથા વિવિધ દાતાશ્રીઓની દિલેરીથી મહાવીર જન્‍મ કલ્‍યાણકના દિવ્‍યદિને સમસ્‍ત રાજકોટના ચારેય ફિરકાઓના મહિલા મંડળના ૬ર મંડળોના ર૭પ બહેનોએ આયંબિલ તપヘર્યા અને હોટ વેવ હોવા છતાં પણ સ્‍તવન સ્‍પર્ધામાં જબરદસ્‍ત ઉમંગ અને  ઉલ્લાસપૂર્વક ભાગ લઇને પોતાના વીર વર્ધમાનના વધામણા ભવ્‍યતાથી અને દિવ્‍યતાથી શ્રી રોયલ પાર્ક સ્‍થા. જૈન મોટા સંઘના સી. એમ. શેઠ પૌષધશાળાના ઓમાન વાળા ઉપાશ્રયમાં સંપન્‍ન થયેલ.

મહાવીર સેવા ટ્રસ્‍ટના ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠએ સૌને આવકાર આપી સ્‍વાગત કરેલ અને સંઘમાં બિરાજકામાં ગૌ. સં. ના રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પરમ સંબોધિજીએ મંગલાચરણ કરીને સ્‍તવન સ્‍પર્ધાનો મંગલ પ્રારંભ કરાવેલ હતો. ત્‍યારબાદ ઉત્‍કૃષ્‍ટ ભાવભકિતથી બહેનોએ પ્રભુ મહાવીર ગુણગાન સ્‍તવનના માધ્‍યમથી રજૂ કરી રમઝટ બોલાવેલ હતી. નિર્ણાયક તરીકે મધુકરભાઇ મહેતા, અમીબેન પારેખ અને જયોતિબેન શાહ એ સેવા પ્રદાન કરીને પ્રથમ વિજેતા કંકુ મહિલા મંડળ, દ્વિતીય વિજેતા શ્રી મનહર પ્‍લોટ  શાંતિનાથ પુત્રવધુ મંડળ અને યશ સહાયક મંડળ તૃતીય વિજેતા તપસમ્રાટ શાંતિ મંડળ અને જયારે આશ્વાસન વિજેતા તરીકે જિનમતી પુત્રવધુ મંડળ, ગોંડલ રોડ વેસ્‍ટ સંગીત મહિલા મંડળ, જયવિજય મહાવીર મહિલા મંડળ અને મહાવીર નગર યુવા મંડળ વિજેતા થયેલ.

વિજેતાઓને પુરસ્‍કાર પ્રોત્‍સાહનના બહુમાન કવર પ્રભાવનાનું બોકસ વિ. રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ. સા.ના ગુરૂભકત, પૂ. રતિગુરૂ ચેરીટેબલ ટ્રસ્‍ટ હઃ ટી. આર. દોશી, ગાદીપતિ પૂ. ગુરૂદેવના અનન્‍ય ગુરૂભકત પલ્લવીબેન હેમલભાઇમહેતા, માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ, સોનમ કલોક, માતુશ્રી લીલમબેન નગીનદાસ ગોડા,  ટ્રસ્‍ટ રાજકોટ હ. વિરેશભાઇ, ચંદ્રેશભાઇ, હિરેનભાઇ પ્રવિણચંદ્ર ગોડા તથા મહાવીર સેવા ટ્રસ્‍ટ અને મનહર પ્‍લોટ જૈન સંઘ તરફથી દરેકને આપવામાં આવેલ.

સ્‍તવન સ્‍પર્ધાના અવસરે ઉપસ્‍થિત પલ્લવીબેન અને હેમલભાઇ મહેતા, દીપાબેન જયેશભાઇ શાહ (સોનમ કલોક), ચંદ્રકાન્‍તભાઇ  શેઠ, ડોલરભાઇ કોઠારી, વીણાબેન શેઠ, સ્‍મિતાબેન અને કિશોરભાઇ દોશી, લીનાબેન અને વિરેશભાઇ ગોડા, જીમીભાઇ શાહ, સત્‍કાર્ય સેવા સમિતિના નિતીનભાઇ મહેતા, સુભાષભાઇ રવાણી, રમેશભાઇ દોમડીયા, મયુરભાઇ મહેતા, મનોજભાઇ પારેખ તેમજ બકુલભાઇ મહેતા, મનુભાઇ મહેતા, અશોકભાઇ મોદી, બિપીનભાઇ પારેખ, જગુભાઇ દોશી, વ્‍યોમેશભાઇ તથા નિર્ણાયકોના હસ્‍તે વિજેતાઓને પુરસ્‍કાર અપાયેલ હતાં. ડોલરભાઇ કોઠારી તથા શેઠ ઉપાશ્રયના મંત્રી હેમલભાઇ મહેતાએ સ્‍તવન સ્‍પર્ધાનું સંચાલન કરેલ હતું.

(3:09 pm IST)