Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

૪૫ લાખના ચેક રિટર્ન કેસમાં કન્‍ટ્રકશન કંપનીના માલીકને કોર્ટમાં હાજર થવા હુકમ

રાજકોટ તા. ૧૯ : અત્રેના એન.એમ.પટેલ કન્‍સ્‍ટ્રકશનના માલીકને કોર્ટમાં હાજર થવા હુકમ કોર્ટે કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપીએ વર્ષ ૨૦૯માં પોતાના ધંધાના વિકાસ અર્થે રૂા. ૪૫,૫૭,૬૪૨ ધરમ કન્‍સ્‍ટ્રકશનના માલિક વિક્રમભાઇ શિયાળ પાસેથી કૌટુંબિક સંબંધ બાંધી તથા ધરમ કન્‍સ્‍ટ્રકશનના માલિકને પૂરે-પૂરા વિશ્વાસમાં લઇ રૂા. ૪૫,૫૭,૬૪૨ રૂપિયા લીધા હતા.

ત્‍યારબાદ આ કામના ફરિયાદીએ જ્‍યારે પોતાના રૂપિયાની માંગણી કરી ત્‍યારે એન.એમ.પટેલ કન્‍સ્‍ટ્રકશનના માલિક નરેન્‍દ્ર માવજી વઘાસીયાએ પોતાની કંપનીનો ચેક આપેલ. જ્‍યારે આ ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખ્‍યો ત્‍યારે ચેક પરત ફરેલ જેથી આ કામના ફરિયાદીએ નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ મુજબ કોર્ટમાં ફરિયાદ કરેલ અને કોર્ટએ આ કામના આરોપી એન.એમ.પટેલ કન્‍સ્‍ટ્રકશનના માલિક નરેન્‍દ્ર વઘાસીયાને કોર્ટમાં હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

આ કામના ફરિયાદી વતી રાજકોટના ધારાશાષાી મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયેલા છે.

(3:22 pm IST)