Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગુજરાતમાં વૈશાખી પૂર્ણિમાં (બૂધ્‍ધ જયંતી) રજા જાહેર કરોઃ બસપાનું આવેદન

રાજકોટ તા. ૧૯ : બહુજન સમાજ પાર્ટી રાજકોટ એકમે કલેકટર મારફત મુખ્‍યમંત્રીને આવેદન પાઠવી વૈશાખી પૂર્ણિમાં (બુધ્‍ધ જયંતી) ની જાહેર રજા ઘોષિત કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે વૈશાખી પૂર્ણિમાં એટલે ક , ત્રિગુણી પાવન પૂર્ણિમાંના દિવસે તથાગત ગૌતમ બૂધ્‍ધનો જન્‍મદિન છે. સંબોધિ (જ્ઞાન) પ્રાપ્તિદિન છે. અને મહા પરિનિર્વાહ પણ વૈશાલી પૂર્ણિમાં પાવનદિને થયેલ હોવાથી વિશ્વના ભારતના અને ગુજરાતના બૌધ્‍ધ પરીવારનો ત્રિગુણી પાવન પૂર્ણિમાં તરીકે ેમનાવે છે. તથાગત ગૌતમ બુધ્‍ધને માનનારો અને તેમનામાં આસ્‍થા રાખનારા અનુયાયીઓ ગુજરાત રાજયમાં લાખોની સંખ્‍યામાં બૌધ્‍ધ પરીવારો હોવા છતા આ પાવનદિને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરેલ નથી. તો વૈશાખી પૂર્ણિમાં -ત્રિગુણી પાવન પૂર્ણિમાં (બુધ્‍ધ જયંતી)ની જાહેર રજા શા માટે ઘોષિત કરવામાં નથી આવતી? તે અંગે આ અમારી અનુશાસન પૂર્વકની વિનમ્ર રજુઆત છે.
આમેય કેન્‍દ્ર સરકાર દ્વારા વૈશાલી પૂર્ણિમાં (બુધ્‍ધ જયંતિ)ની જાહેર રજા ઘોષિત કરેલ હોય તો રાજય સરકાર પણ આગામી ૧૬/પ/ર૦રર વૈશાખી પૂર્ણિમાંને ગુજરાતમાં કાયમી જાહેર રજા ઘોષિત કરે તેવી ગુજરાત સરકારને ધાર્મિક લાગણીસભર માંગણી છે.

 

(4:06 pm IST)