Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી કચેરીઓમાં હવે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જ વીજ બીલિંગ કરવાનું શરૂ : રાજકોટ શહેર વર્તુળ જે વિસ્તારોમાં ક્ષતિ જોવા મળેલ ત્યાં યોગ્ય રીતે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા

ઉભી થયેલી બીલિંગ ની બેદરકારી / વિલંબમાં જો કોઈ પણ જવાબદાર જણાશે તો તેમની સામે ખાતાકીય પગલાં ઉપરાંત બદલી કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે

રાજકોટ : પીજીવીસીએલ તેની એક અખબારી યાદીમાં જણાવે છે કે પીજીવીસીએલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી કચેરીઓમાં હવે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા જ વીજ બીલિંગ કરવાનું શરૂ કરવામાં આવેલ છે. તે દરમ્યાન રાજકોટ શહેર વર્તુળ કચેરી  હેઠળ અમુક વિભાગોમાં ગ્રાહકના મીટરનું રીડીંગ નિયત સમય અને પદ્ધતિ મુજબ માલુમ પડેલ નથી. જેથી વીજ ગ્રાહકોમાં બીલની રકમ બાબતે ફરિયાદો ઉઠવા પામેલ છે. જે સબબ વિસ્તૃત તપાસ કરતા જે જે વિસ્તારોમાં ક્ષતિ જોવા મળેલ છે ત્યાં યોગ્ય રીતે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉપરાંત સબંધિત અધિકારી /કર્મચારીને સખ્ત રીતે તાકીદ પણ કરવામાં આવી છે. ઉભી થયેલી બીલિંગ ની બેદરકારી / વિલંબમાં જો કોઈ પણ જવાબદાર હશે તો તેમની સામે ખાતાકીય પગલાં ઉપરાંત બદલી કરવા સુધીના કડક પગલાં પણ લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ સબબ કોઈ ક્ષતિ કે વિલંબ ના થાય તેનું સતત તમામ વર્તુળ કચેરીઓમાં મોનીટરીંગ રાખવા પણ સંબંધિતોને મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(8:55 pm IST)