Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

રાજકોટમાં ઓલમ્‍પસ હોસ્‍પિટલ સાથે કર્મચારીની ૩૭ લાખની ઠગાઇ

વિદ્યાનગર રોડ પરની હોસ્‍પિટલના ડાયરેકટર કાર્ડીયોલોજીસ્‍ટ ડો. મિહીર તન્‍નાએ આસીસ્‍ટન્‍ટ મેનેજર ફાર્માસિસ્‍ટ યશેષ શેઠ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવ્‍યો : કોમ્‍પ્‍યુટર સોફટવેરમાં પોતાના અને એડમીનના યુઝરનેમ-આઇડીથી લોગ ઇન કરી દવા ખરીદ-વેચાણના સ્‍ટોકમાં ગોલમાલ કરીઃ એક્‍સપાયર્ડ ન હોય તેવી દવાઓ બારોબાર વેંચી મારી રાજીનામુ આપી જતો રહ્યાનો આરોપઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૯: શહેરના વિદ્યાનગર રોડ પર આવેલી જાણીતી ઓલમ્‍પસ હોસ્‍પિટલના સંચાલક એવા ડો. મિહીર પ્રફુલભાઇ તન્‍ના સાથે તેની જ હોસ્‍પિટલમાં નોકરી કરતાં આસીસ્‍ટન્‍ટ મેનેજર ફાર્માસિસ્‍ટે  હેલ્‍થકેર પ્રાઇવેટ લિમીટેડના કોમ્‍પ્‍યુટરમાં રહેલા સોફટવેરમાં પોતાના તથા એડમીનના યુઝરનેમ અને આઇડીથી લોગઇન કરી દવાના ખરીદ વેંચાણમાં તથા ડેડ સ્‍ટોક રજીસ્‍ટરમાં ગોટાળા કરી આશરે રૂા. ૩૭ લાખની ઠગાઇ કરતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે શ્રોફ રોડ પર ચાણક્‍ય એપાર્ટમેન્‍ટ ફલેટ નં. એ-૪૨માં રહેતાં અને વિદ્યાનગર રોડ પર ઓલમ્‍પસ હોસ્‍પિટલ ચલાવતાં ડો. મિહીર પ્રફુલભાઇ તન્‍ના (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ સત્‍યસાઇ માર્ગ પાવન પાર્ક એ-૧૧માં રહેતાં યશેષ રાજેશભાઇ શેઠ વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૮ મુજબ ગુનો નોંધ્‍યો છે. ડો. મિહીર તન્‍નાએ જણાવ્‍યું છે કે હું  ઓલમ્‍પસ હોસ્‍પીટલ તન્ના હેલ્‍થકેર પ્રાઇવેટ લીમીટેડ વિધાનગર મેઈન રોડ પર આવેલ જે સને ૨૦૧૩થી ચલાવુ છું.  ત્‍યારથી આ તન્ના હોસ્‍પીટલના ડાયરેકટર પદે તથા કાડીયોલોજીસ્‍ટ M.D.D.N.B. તરીકે સેવા આપુ છુ. ગઈ તારીખ ૧૦/૧૧/૨૦૧૬થી અમારી તન્ના હેલ્‍થકેર હોસ્‍પીટલમાં આસીસ્‍ટન્‍ટ મેનેજર ફાર્માસીસ્‍ટની જગ્‍યા ખાલી હોઇ જેથી અન્‍ય હોસ્‍પીટલોના રેફરન્‍સથી અમારી હોસ્‍પીટલમાં એમ્‍પલોયર યશેષભાઈ રાજેશભાઈ શેઠ ઇન્‍ટરબુ દેવા  હોસ્‍પીટલમાં આવેલ . અમે યશેષના ઈન્‍ટરવ્‍યુમા તેના ફાર્માસીસ્‍ટની પોસ્‍ટને લગત અનુભવ પરથી તેને અમારી તન્ના હેલ્‍થકેર હોસ્‍પીટલમા આસીસ્‍ટન્‍ટ મેનેજર ફાર્માસીસ્‍ટની પોસ્‍ટ  પર જોબ આપી હતી.  અપોઇન્‍ટમેન્‍ટ લેટર પર આ યશેષભાઇએ નિયમો વાંચી સહી કરી હતી. તેનો પગાર  ૨૦,૦૦૦ નક્કી થયો હતો. તેની ફરજ હોસ્‍પીટલને લગત દવાની ખરીદી કરવી, વેચાણ કરવું, દવાની ખરીદી તથા વેચાણને લગત તમામ હીસાબો રાખવા, તથા રોકડ આવક જાવક તમામ નોંધો અને હીસાબો રાખવા અને નીભાવવા તથા દવા જે કંપનીના ડીલર પાસેથી ખરીદી કરવામા આવતી તેની નોંધ રાખવી વિગેરે કામો હતાં.

અમારા ફાર્માસીસ્‍ટના સોફટેવેર જેમા તમામ દવાનુ ખરીદ વેચાણની સોફટવેરમા ઓન લાઇન એન્‍ટ્રી તથા હીસાબો રાખવા આ તમામ કામ માટે આ યશેષને સોફટવેરમા પોતાના યુઝરનેમ આઈ.ડી તથા એડમીનના યુઝ રનેમ તથા આઈ.ડી આપેલ હતા.  તેમાં લોગઇન કરીને દવાના ખરીદ તથા વેચાણ તથા તેના હીસાબો વિગેરે પોતાના આઈ.ડીમા લોગઇન થઇને કરવાનુ હોય છે. યશેષ દર મહીને તથા દર વર્ષે યશેષ આ દવાના ખરીદ વેચાણનો હીસાબ કાચી ચીઠ્ઠીમા લખીને જણાવતો હતો. આશરે સને ૧૦-૨૦૨૩ના રોજ આ યશેષ હોસ્‍પીટલમાથી દવાનુ બેગ લઈને જતા હતા ત્‍યારે અમોએ આ તેને પુછેલ કે આ દવાઓ કયા લઇને જાવ છો? તો તેણે કહેલુ કે એકસપાયરી ડેટ થઇ ગયેલ દવાઓ છે અને ડીલરને આ દવાઓ પરત દેવા જઉ છુ અને અમોએ અમારા એડમીન સ્‍ટાફને આ દવાઓ એકસપાયરી છે કે કેમ તે ચેક કરવા કહેતા યશેષ પાસે રહેલ બેગમાની દવાઓ એકસપાયરી ડેટ વગરની અને રેગ્‍યુલર દવાઓ હતી.

જેથી મે મારા એડમીનીસ્‍ટ્રીવ સ્‍ટાફને યશેષ પાસે રહેલી બેગમા તમામ દવાઓ વ્‍યવસ્‍થીત ચેક કરવા જણાવેલ અને આ તમામ દવાઓ એકસપાયરી ડેટ વગરની હોઇ અને રેગ્‍યુલર હોય જેથી મે યશેષને આ દવા કેમ ડીલરને પરત આપવા જાવ છો? તેમ પુછતા ગોળગોળ જવાબ આપવા લાગેલ. ત્‍યાર બાદ અમોએ અમારા એકાઉન્‍ટન્‍ટ કાજલબેન મોહીનાની તથા રીયા કટારીયા પાસે સોફટવેરમા તા. ૦૧/૦૪/૨૦૧૮ થી તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધીની એન્‍ટ્રી ચેક કરતા ઘણી બધી દવાઓ સપ્‍લાયર્સને પરત કરવામા આવેલ છે અને તેની સામે યશેષે સપ્‍લાયર્સ પાસેથી પરચેઝ રીર્ટન નોટ કે ક્રેડીટ નોટ મહીનાઓ સુધી લીધેલ ન હતી. આ વાતની યશેષને જાણ થતા દવાના સપ્‍લાયર્સનો તાત્‍કાલી ક સંપર્ક કરી તેની પાસેથી દવાની અમુક ક્રેડીટ નોટ મંગાવેલ હતી અને આ ક્રેડીટ નોટ અમોએ ચેક કરતા અલગ દવાઓની હતી. જે સોફટવેરના ડેટા સાથે સુસંગત ન હતી. તેમજ આ સપ્‍લાયર પાસેથી મંગાવેલ ક્રેડીટ નોટની કિંમત અને દવાઓ બન્ને સોફટવેર પ્રમાણે અલગ અલગ હતી. આમ યશેષે વર્ષ ૨૦૧૮થી સને ૨૦૨૩ સુધીમા દવાઓ સ પ્‍લાયર્સને પરત ન કરી તે બારોબાર વેચી નાખ્‍યાની  શંકા હોઇ અને અમારી સાથે રૂપીયા ૫,૨૯,૩૨૭ની છેતરપીંડી કરી હોવાનું જાણવા મળ્‍યું હતું.

તેમજ આ જ સમયગાળા દરમ્‍યાન એકસપાયરી થઈ ગયેલ દવાઓ જે સપ્‍લાર્યસને પરત કરવાની હોય તે કરેલ ન હોઇ આ દવાની ક્રેડીટનોટ કે અન્‍ય રીર્ટન દવાઓ યશેષે લીધેલ ન હોઇ અને હવે આ એકસપાયરી થયેલ દવાઓ સપ્‍લાયર્સ  સ્‍વીકાર કરતા ન હોઇ તેમજ ડેડ સ્‍ટોકમા ગણાવાનુ જણાવતા અને આવી ઘણી દવાઓ ફીઝીકલમા અમારા ફાર્મસીમા સ્‍ટોર રૂમ માથી મળી આવેલ હોઇ અને સોફટવેરમાં આ દવાઓની એન્‍ટ્રી યશેષે કરેલ ન હોઇ અને આ દવાઓ સપ્‍લાયર્સને પરત આપેલ ન હોઇ અને બારોબાર બીલ બનાવ્‍યા વગર વેચી નાખ્‍યાની શંકા ઉભી થતાં  એક્‍સપાયર  થયેલ દવા બાબતે અમારી સાથે વધારાનુ રૂપીયા ૨,૪૨,૯૪૫નું નુકશાન અને છેતરપીંડી થયાનું જણાયુ હતું.

છેતરપીંડી થયા બાદ અમે અમારા ફાર્મસીનું તમામ સ્‍ટોકનું ઓડીટ કાજલબેન મોહીનાની તથા રીયા કટારીયા તથા દવાની ફીઝીકલ સ્‍ટ્રીપ તથા ઇન્‍જેક્‍શનનો હીસાબ કરવા  હીનાબેન ઓઝા તથા રીપ્‍પીબેન વડગામા તથા કાજલબેન હાંસલીયાને કહેતાં વશેષે તા.૦૧/૦૪/૨૦૧૮ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમા સોફટવેરમા દવાઓના સ્‍ટોકમા ગફલત કર્યાનુ અને ઘણી દવાઓ એકસપાયર્ડ ન હોવા છતા યશેષે સોફટવેરમાં એડજેસ્‍ટમેન્‍ટ કરેલ હોઇ જેના કારણે દવાના કરંટ સ્‍ટોક અને મેન્‍યુઅલ સ્‍ટોકમાં રૂપીયા ૨૯,૮૪, ૬૧૯નો નફાવત જોવા મળ્‍યો હતો. આ રીતે તમામ હીસાબો યશેષે સોફટવેરમાં એમના અને એડમીનના યુઝર નેમ તથા પાસવર્ડ સાથે લોગ ઇન કરી સોફટવેરમાં સ્‍ટોકને એડજેસ્‍ટમેન્‍ટ કરવાનો પાવર આપેલ હોઇ અમને જાણ કર્યા વગર સોફટવેરમા સ્‍ટોકમા એડજસ્‍ટ કરીને દુરૂપયોગ કરી ઠગાઇ કરી હોઇ તેને નુકસાની બાબતે પુછતાં યોગ્‍ય જવાબ આપતો ન હોઇ તેમજ નોટીસ પિરીયડ પુરો કર્યા વગર રાજીનામુ આપી દીધુ હોઇ કુલ ૩૭ લાખની ઠગાઇની ફરિયાદ અમે નોંધાવી છે. તેમ વધુમાં ડો. મિહીર તન્‍નાએ જણાવતાં પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયાએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(3:17 pm IST)