Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ખેતીની જમીનમાં રસ્‍તાની તકરાર અંગે થયેલ દાવા અરજી રદ કરતી મામલતદાર કોર્ટ

ગોંડલના મોટા દડવા ગામની તકરાર અંગે મહત્‍વનો ચુકાદો

રાજકોટ,તા. ૧૯: ગોંડલ તાલુકાના મોટા દડવા ગામેની ખેતીની જમીનમાં વાદી કરમશીભાઈ ગોબરભાઈ વરસાણી દ્વારા મામલતદાર કોર્ટ એક્‍ટ અન્‍વયે રસ્‍તા બાબતે ની તકરાર અન્‍વયે થયેલ દાવા અરજી નામંજૂર કરવાનો મામલતદાર કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે આ કામના વાદી કરમશીભાઈ ગોબરભાઈ વરસાણી દ્વારા ગોંડલ તાલુકા મામલતદાર કોર્ટમાં મામલતદાર કોર્ટ એકટ કલમ-૫ અન્‍વયે નારણભાઈ લાલજીભાઈ પોકળ વિગેરે વિરુધ્‍ધ દાવા અરજી લાવવામાં આવેલ કે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ખાતા નંબર.૨૬૮, સર્વે નં.૮૦ પૈકી ૧ / પૈકી ૨ ની હે.૦-૮૦-૯૪ ચો.મી. વાળી જમીન સ્‍વતંત્ર ખાતે આવેલ હોઈ અને સદર કામના પ્રતિવાદી નારણભાઈ લાલજીભાઈ પોકળ કે જેઓ પણ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના ખાતા નંબરઃ૬૮૪, સર્વે નં.૮૦ પૈકી ૨ ની હે.૭-૨૫-૪૦ ચો.મી. વાળી જમીન સંયુક્‍ત ખાતે આવેલ. અને આ કામના વાદી શ્રી કરમશીભાઈ ગોબરભાઈ વરસાણી દ્વારા ઉકત જમીનમાં આવવા-જવાના ગાડા મારગમાં અવરોધ અટકાયત કરવા બાબતે દાવા અરજી પ્રતિવાદી વિરુધ્‍ધ દાખલ કરેલ.

સદરહુ કેસ ચાલી જતા પ્રતિવાદી તરફથી સદર દાવા અરજીના સંબંધે વિસ્‍તળત લેખિત જવાબ વાંધા રજુ કરવામાં આવેલ અને તે સંબંધે મૌખિક દલીલ પણ કરેલ અને વાદીની અરજી રદ કરવા નામંજૂર કરવા અરજ કરેલ હતી.

મામલતદાર કોર્ટ સમક્ષ દાવા અરજી લાવેલ હોઈ રદ કરવા ભારપૂર્વક જણાવેલ જે વિગતે નામદાર મામલતદાર કોર્ટએ રેકર્ડસ પરના કાગળો તથા કરવામાં આવેલ પંચનામુ જોઈ તપાસી પ્રતિવાદીના એડવોક્રેટ મારફત કરવામાં આવેલ દલીલો ગ્રાહય રાખી આ કામના વાદીની મામલતદાર કોર્ટ એકટ કલમ-૫ અન્‍વયેની અરજી/દાવો નામંજુર (રીજેકટ) કરવા મામલતદારશ્રી ગોંડલ (તાલુકા)એ હુકમ ફરમાવેલ છે અને વિશેષમાં આ હુકમનો અનાદર કરનાર સામે આઈ.પી.સી.ની ક્‍લમ ૧૮૮ હેઠળ ફરીયાદ થયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ પણ હુકમમાં ફરમાવેલ છે.

આ કામમાં પ્રતિવાદી તરફે એડવોકેટ રાજેશ કનુભાઈ ધ્રુવ, રવી.બી.ધ્રુવ, મિતલ રાજેશ ધ્રુવ, નિકીતા બાવળીયા, બિપીન રીબડીયા, અમિત કોઠારી, નીરજ સોલકી તથા મદદનીશ તરીકે પલક પરમાર, કુલદિપ જોષી રોકાયેલ હતા.

(2:49 pm IST)