Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સ્‍પા સંચાલકોને નિયમોનું કડક પાલન કરવા સુચનાઃ એસઓજી ખાતે મીટીંગ યોજાઇ

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, પીઆઇ જે. એમ. કૈલા, પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ ડી. પી. ગોહિલે મહત્‍વની સમજ આપી

રાજકોટઃ  શહેરના સ્‍પા સંચાલકો સાથે શહેર એસઓજી કચેરી ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંચાલકોને સુચના અપાઇ હતી કે સ્‍પા સેન્‍ટરોમાં કામ કરતાં કર્મચારીઓની નજીકના પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવી પોલીસ કમિશનરના જાહેરનામનો ચુસ્‍ત અમલ કરવો. તેમજ સ્‍પામાં ડ્રગ્‍સને લગતી કે બીજી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. આવી પ્રવૃતિ પકડાય તો કેવી કાયદાકીય જોગવાઇ છે તેની સમજ તમામ સંચાલકોને અપાઇ હતી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોધરીની સુચના અંતર્ગત ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ કે. જે. કરપડા અને એસઓજી પીઆઇ ડી. પી. ગોહિલ સહિતે સ્‍પા સંચાલકોને મહત્‍વની સુચનાઓ આપી હતી.

(3:07 pm IST)