Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

આર.ટી.ઓ. પાસે ‘હિટ એન્‍ડ રન': અજાણ્‍યા વાહને ઠોકર મારતા અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા.૧૯: શહેરના આર.ટી.ઓ. કચેરીની સામે રાત્રે હીટ એન્‍ડ રનમાં અજાણ્‍યા વાહનના ચાલકે હડફેટે લેતા અજાણ્‍યા યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ આર.ટી.ઓ. કચેરીની સામે હાઇવે પર રોડ ક્રોસ કરતી વખતે અજાણ્‍યા વાહનના ચાલકે હડફેટે લેતા આશરે ૩૫ વર્ષના અજાણ્‍યા યુવાનનું મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત સર્જી ચાલક વાહન લઇ ભાગી ગયો હતો. બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સફ એચ.એમ. કોઠીવાર સહિતે સ્‍થળ પર પહોંચી અજાણ્‍યા યુવાનના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસે યુવાનને વાલીવારસની શોધખોળ હાથધરી છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં.૦૨૮૧-૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:33 pm IST)