Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

કેસરી હિંદ પુલની નીચે અજાણ્‍યા યુવાનની લાશ મળી

રાજકોટ,તા. ૧૯: શહેરના કેસરી હિંન્‍દ પુલ નીચે એક અજાણ્‍યા યુવાનની લાશ મળી આવતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કેસરી હિન્‍દ પુલ નીચે આશરે ૪૦ વર્ષનો અજાણ્‍યો યુવાન બેચાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ  પર પહોંચી ઇ.એમ.ટી. પીયુષભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસે જાણ કરવામાં આવી હતી .જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. એચ.એમ.કોઠીવાર સહિતે સ્‍થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. મૃતક યુવાને મહેંદી કલરનું ટી શર્ટ અને બ્‍લ્‍યુ કલરનું પેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના વાલી વારસ હોય તો બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નંફ ૦૨૮૧-૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)