Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વિવિધ વિસ્‍તારમાં મનપાનું સઘન ચેકિંગ : વધુ ૧૦૩ દુકાનદારને ૨૩ હજારનો દંડઃ ૪.૫ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્‍ત

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે  ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૮ના  ત્રણેય ઝોનમાંથી કુલ ૧૦૩  પાસેથી ૪.૫૦૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૨૩૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.  ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી સ્‍વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(3:37 pm IST)