Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

સરગમ પરિવારના તમામ સભ્‍યો માટે મુંબઇનું પ્રખ્‍યાત નાટક ‘દોસ્‍તી અનલિમિટેડ'

 

રાજકોટઃ સરગમ પરિવારના નવા વર્ષના સભ્‍યો માટે મુંબઈના પ્રખ્‍યાત નાટ્‍ય શો કમલેશ ઓઝા લિખિત, દિગ્‍દર્શિત અને અભિનિત શ્ન દોસ્‍તી અનલિમિટેડ' નામનું પારિવારિક કોમેડી નાટક બધાને પસંદ આવશે. આ નાટકમાં કમલેશ ઓઝા ઉપરાંત લીના શાહ, યશ ગજ્જર, શૈલજા શુક્‍લ, આકાશ સુપેડા અને અંકીત પોપટ વગેરે અભિનય આપી રહ્યા છે.

સરગમ લેડીઝ કલબના સભ્‍ય સંખ્‍યા નંબર ૧ થી ૧ હજાર માટે આ નાટક તા. ૨૦/૪/૨૪ને શનિવારે બપોરે ૩/૩૦ થી ૬/૧૫, સભ્‍ય નંબર ૧૦૦૧ થી ૨ હજાર માટે આ નાટક તા. ૨૨ને સોમવારે બપોરે ૩/૩૦ થી ૬/૧૫ દરમિયાન યોજાશે.

સરગમ કપલ કલબના સભ્‍યો માટે આ નાટક તા. ૨૦/૪/૨૪ને શનિવારે ( સભ્‍ય સંખ્‍યા નંબર ૧ થી ૧ હજાર) રાત્રે ૧૦ થી ૧૨/૩૦ વચ્‍ચે યોજાશે. તા.૨૧/૪/૨૪ને રવીવારે (સભ્‍ય નંબર ૧૦૦૧ થી ૨ હજાર) માટે આ નાટક રાત્રે ૧૦/૦૦ થી ૧૨/૩૦ વચ્‍ચે યોજાશે. અને તા. ૨૨/૪/૨૪ને સોમવારે (સભ્‍ય સંખ્‍યા ૨૦૦૧ થી ૩ હજાર) માટે આ નાટક રાત્રે ૧૦ થી ૧૨:૩૦ વચ્‍ચે યોજાશે. તથા તા. ૨૩/૪/૨૪ ને મંગળવારે સભ્‍ય નંબર ૩૦૦૧ થી ૪ હજાર માટે આ નાટક રાત્રે ૧૦/૦૦ થી ૧૨/૩૦ વાગ્‍યે યોજાશે.

સરગમ સિનીયર સિટીઝન કલબના સભ્‍યો ( નંબર ૧ થી ૧૩૦૦ ) માટે આ નાટક તા. ૨૧ને રવિવારે સાંજે ૫/૩૦ થી ૮/૩૦ યોજાશે.આપ આવો આઇકાર્ડ સાથે લાવવાનું રહેશે. માટે ૧૦૦ રૂપિયા ચાર્જ ભરીને આવવાનું રહેશે.

સરગમ જેન્‍ટ્‍સ કલબના સભ્‍યો તથા ડોનર, આમંત્રીતો અને અધિકારીઓ માટે આ નાટક તા. ૨૪ને બુધવાર રાત્રે ૧૦થી ૧૨/ ૩૦ દરમિયાન યોજાશે.

એપ્રિલ માસમાં આ નાટક બાદ આ નાટક તા.૨૭ થી તા.૩૦ દરમિયાન યોજાશે.

આ કાર્યક્રમોને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, મીતેનભાઈ મહેતા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા , ડો. માલાબેન કુંડલિયા, ગીતાબેન હિરાણીના માર્ગદર્શન હેઠળ કમિટીના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:51 pm IST)