Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મનપાની દબાણ શાખાનો સપાટોશહેરના રાજમાર્ગો પરથી મંજુરી વિનાના રાજકીય-સમાજીક સંસ્‍થાના ૧૮૦૦ બોર્ડ-બેનરો જપ્‍ત

૮ દિ'માં ૧૨૦ રેકડી-કેબીન તથા માલ સામાનના, દબાણો હટાવાયા : ૩.૫૫ લાખનો વહીવટી નડતરરૂપ ચાર્જ વસુલાયો

રાજકોટ,તા.૧૯ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૪૭ રેકડી-કેબીન, ૭૩ અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું,૧૭૯૨ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

આ અંગે મનપાની યાદીમાં જણાવ્‍યા મુજબ દબાણ શાખા દ્વારા કરવામા૦ આવેલ કામગીરી આ મુજબ છે.

ગુંદાવાડી, જ્‍યુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડૅન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્‍કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્‍તા પર નડતર રૂપ ૪૭ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી,

જ્‍યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક,ખાદીભવન સામે, અર્ટીકા, રવિરત્‍ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્‍પિટલ ચોક પરથી જુદીજુદી અન્‍ય ૭૩ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

વેસ્‍ટ ઝોન, પંચાયત ચોક,રામાપીર ચોકડી, પુષ્‍કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ, લક્ષ્િમનગર નાલા પાસેથી ૭૧૧ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

પુષ્‍કરધામ મેઈન રોડ, નાણાવટી ચોક,રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્‍તાર, મટકી ચોક, સ્‍વામીનારાયાણ ચોક પરથી  રૂ.૩,૦૮,૭૩૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૪૭,૬૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ, યુનિ. રોડ ,સ્‍પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ પાસેથી મંજુરી વિનાના ૧૭૯૨ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે

(4:17 pm IST)