Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સાહિત્યકાર પ્રવીણ દરજીને નર્મદચંદ્રક

રાજકોટઃ ગુજરાતી ભાષાના પ્રથમ પંકિતના સર્જક કવિ, વિવેચક, નિબંધકાર, સંશોધક, અનુવાદક, પદ્મશ્રી ડો.પ્રવિણ દરજીની બહુમુલ્ય સાહિત્ય સેવાને લક્ષમાં લઈ ગુજરાતની જાણીતી સાહિત્ય સંસ્થા નર્મદ સાહિત્ય સભા, સૂરને દર પાંચ વર્ષેૈ અપાતા પ્રતિષ્ઠિત નર્મદ ચંદ્રક આજે શ્રી પ્રવિણ દરજીને આપવાનું ઠેરવ્યું છે.

નિબંધ પુરૂષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત શ્રી પ્રવિણ દરજીને ગુજરાત અને અન્ય રાજયોના અનેક એવોર્ડસ, પારિતોષિકો, સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત થયા છે. વિરલ સાહિત્યીક પ્રતિભા માટે સન્માન કર્યું છે. યુ.જી.સી.એ તેઓને એમીરીપ્સ પ્રોફેસરશીપ આપી સન્માનીત કર્યા છે. ગુજરાતી ભાષાના સર્વોચ્ચ રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી પણ તેઓ અબંકૃત થયા છે જ ૧૪૦થી વધુ પુસ્તકોના આ સર્જકના અનેક પુસ્તકો રાજય અને રાજય બહારની યુનિવર્સીટીઓના અભ્યાસક્રમમાં મૂકાતા રહ્યા છે. ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડથી પણ તેઅ ોની નવાજેશ થઈ છે. ભારત સરકારે સાહિત્ય- કેળવણીના તેમના યશસ્વી અર્પણ માટે ૨૦૧૧માં પદ્મથી વિભૂષિત કર્યા છે. પ્રતિષ્ઠિત નર્મદ ચંદ્રક તેમની યશકલગીમાં ઓર એક પિંચ્છનું ઉમેરણ કરેલ છે. (શ્રી પ્રવિણ દરજી મો.૯૮૨૫૩ ૫૬૫૫૧)

(3:21 pm IST)