Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ભાજપ દ્વારા સરકારી નિયમોના પાલન સાથે સોમવારે વોર્ડવાઇઝ ઉજવાશે યોગ દિવસ : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૯ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ તા. ૨૧ ના સોમવારે વિશ્વ યોગ દિવસ નિમિતે વોર્ડ વાઇઝ સામુહીક યોગના કાર્યક્રમો થશે.

કોરોના મહામારી ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરી લોકોની તંદુરસ્તી માટે યોગા કરાવાશે. જેમાં શહેરના નિષ્ણાંત યોગ ગુરૂઓ તેમજ પતંજલી યોગ પીઠના તજજ્ઞો સેવા આપશે.  શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થળોએ આયોજીત આ કાર્યક્રમની જવાબદારી વિધાનસભાવાઇઝ જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઇ બોરીચા અને કિરણબેન માકડીયા સંભાળી રહ્યા છે.

આ તકે ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા વગેરે ઉપસ્થિત રહેશ.

વોર્ડ નં. ૧ માં રંભામાની વાડી અને સોરઠીયા પ્રજાપતિની વાડી ખાતે, વોર્ડ નં. ર માં અટલ ગાર્ડન અને નરસિંહ મહેતા ઉદ્યાન ખાતે, વોર્ડ નં. ૩ માં ભાટીયા બોર્ડીંગ અને રેલનગર ગાર્ડન ખાતે, વોર્ડ નં. ૪ માં વિવાહ પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલ મોરબી રોડ જકાતનાકા ખાતે, વોર્ડ નં. પ માં પારૂલ બગીચાો અને હુડકો કવાટર આરટીઓ પાસે, વોર્ડ નં. ૬ માં પારૂલ બગીચો, ગોકુલ વિદ્યાલય ખાતે, વોર્ડ નં. ૭ માં એસ્ટ્રોન બગીચો અને પ્રદ્યુમન શાળા નં. ૬ ખાતે, વોર્ડ નં. ૮ માં ગુજરાત હાઉસીંગ બોર્ડ અને બ્રહ્મકુંજ બગીચા ખાતે, વોર્ડ નં. ૯ માં બાલમુકુંદ બગીચો અને ગોલ્ડન પાર્ક બગીચા ખાતે, વોર્ડ નં. ૧૦ માં દીપવન પાર્ક અને નવીનનગર હોલ ખાતે, વોર્ડ નં. ૧૧ માં સરદારનગર હોલ અને અંબિકા ટાઉનશીપ ખાતે, વોર્ડ નં. ૧૨ માં વાવડી ગામ અને ગોકુલધામ ગ્રાઉન્ડ ખાતે, વોર્ડ નં. ૧૩ માં  શ્રધ્ધા ગાર્ડન, માયાણી બગીચા ખાતે, વોર્ડ નં. ૧૪ માં શેઠ હાઇસ્કુલ અને કામદાર કેનદ્ર ખાતે, વોર્ડ નં. ૧૫ માં મોહનભાઇ સરવૈયા હોલ અને શાળા નં. ૨૯ ખાતે, વોર્ડ નં. ૧૬ માં દીપ્તીનગર ગાર્ડન અને લુહારવાડી ખાતે, વોર્ડ નં. ૧૭ માં શાળા નં. ૬૧ અને શાળા નં. ૬૩ ખાતે, વોર્ડ નં. ૧૮ માં ડીમાર્ટ મોલ ગાર્ડન અને જે. કે. પાર્ક સામેના ગાર્ડન ખાતે યોગા કાર્યક્રમ થશે.

કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ લોકોને પ્રવેશ અપાશે. તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયુ છે.

(3:28 pm IST)