Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મ.ન.પા.ની આવાસ યોજનાના ફોર્મની મુદ્દતનો સતત બીજી વખત વધારોઃ ૨૦ દિ' લંબાવાઇ

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૦ ચો.મી.ના ૧૬૪૮ અને ૪૦ ચો.મી.ના ૧૬૭૬ તથા ૬૦ ચો.મી.ના ૧૨૬૮ મળી વિવિધ ૮ સ્થળોએ બનનાર કુલ ૪૧૭૧ આવાસો સામે માત્ર ૨૭૮૨ ફોર્મ પરત આવ્યાઃ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત કરવાની મુદ્દત ૯ જુલાઇ સુધી વધારાઇ : મેયર પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ,હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા તથા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની સતાવાર જાહેરાત

રાજકોટ તા. ૧૯: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮ સ્થળોએ EWS -1 ના ૧૬૪૮ અને EWS-2 ના ૧૬૭૬ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે છેલ્લે તા.૧૯ જુન સુધીનો આપવામાં આવ્યો હતો. પરંતુ  ૪૧૭૧ આવાસ સામે આજ દિન સુધીમાં ૨૭૮૨ ફોર્મ પરત આવતા મ.ન.પા. તંત્ર દ્વારા ૨૦ દિવસની મુદ્દત લંબાવવામાં આવી છે એટલે કે, તા.૯ જુલાઇ સુધી આ આવાસ યોજનાના ફોર્મ વિતરણ તથા પરત સ્વીકારવામાં આવશે. તંત્ર દ્વારા ૨૮ મેએ આવાસ યોજના ફોર્મની મુદ્દત લંબાવવામાં ાવી હતી. આજે ફરી ફોર્મની તારીખ લંબાવવામાં આવતા સતત બીજી વખત મુદ્દતનો વધારો થયો છે.

આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાની સંયુકત યાદીમાં જણાવ્યુ હતુ કે,  આવાસના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.

અગાઉ આવાસ યોજનામાં ફોર્મ ભરનાર લાભાર્થીએ ભાડાકરાર આપવાનો નિર્ણય કરવામાં આવેલ. ભાડાકરાર આપવા માટે લાભાર્થીઓ ખૂબ જ પરેશાન થયેલ. જેને ધ્યાનમાં રાખી હાલમાં આવાસ યોજનાનાં ફોર્મમાં લાભાર્થીઓને ભાડાકરાર આપવામાંથી મુકિત આપવામાં આવેલ છે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ અને ફોર્મ સાથે રૂ.૧૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

MIGનાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -1 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-2 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIG : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-1 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

EWS-2 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

MIGમાં કુલ ૧૨૬૮ આવાસ પૈકી ૪૨૧ આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા ૮૪૭ આવાસો માટે ફોર્મનું વિતરણ થશે. MIGમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર તથા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૩.૦૦ કલાક સુધીનો રહેશે.

(3:38 pm IST)