Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

રાજકોટ મ્યુ.કોર્પોરેશનના જનરલ બોર્ડનો પ્રારંભઃ કોરોના રસ્તા મુદ્દે કોંગ્રેસનું હલ્લાબોલ

રેલનગરમાં ભારત પેટ્રોલ પમ્પ પાસેનાં ચોકનું ''સ્વ બાલસિંહજી સરવૈયા'' ચોક નામકરણ તથા અર્બન ફોરેસ્ટનું 'રામવન' નામ કરવા સહિતની પાંચ દરખાસ્તનો નિર્ણય લેવાયો

રાજકોટ,તા.૧૯: મ્યુ.કોર્પોરેશનનાં દ્રિમાસીક જનરલ બોર્ડ આજે સવારે ૧૧ વાગ્યે શહેરનાં રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે મેયર બિનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને મળ્યુ હતુ. આ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા કોરોના અને રસ્તા  મુદ્દે હલ્લાબોલ મચાવ્યો હતો.

આ  સામાન્ય સભામાં ભાજપનાં ર૦ કોર્પોરેટરોનાં રર પ્રશ્નો અને કોંગ્રેસનાં ૨૧કોર્પોરેટરોનાં ૫૯ મળી કુલ ૮૧ પ્રશ્નો  રજૂ થયા હતા.

જો કે બોર્ડમાં સૌપ્રથમ પ્રશ્ન ભાજપનાં વોર્ડ નં.રના કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનીષ રાડિયાનો હોઇ તેઓએ પૂછેલા ''લોકડાઉનમાં વ્યવસાયિકોને વેરા રાહત અંગેનાં પ્રશ્નની જ ચર્ચા શરૂ થઇ હતી.

 પાંચ દરખાસ્તોના નિર્ણય લેવાયો

આજે મળેલ જનરલ બોર્ડમાં (૧) વેરા વળતર યોજનામાં સુધારો (ર) ગેબનશાહ દરગાહ પાસે જાહેર યુરિનલ દૂર કરવા (૩) ત્રણ ઇજનેરોને ઇજાફા આપવા (૪) રેલનગરમાં ભારત પેટ્રોલ પમ્પ પાસેનાં ચોકનું ''સ્વ બાલસિંહજી સરવૈયા'' ચોક નામકરણ કરવા (પ) અર્બન ફોરેસ્ટનું 'રામવન' નામ કરવા સહિતની પાંચ દરખાસ્તનો નિર્ણય લેવાયો હતો. 

(12:06 pm IST)