Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

માધાપર ગામના ઇશ્વરીયા પાન પાસે હત્યાના પ્રયાસ અને મારા-મારીના ગુન્હાના ૭ આરોપીઓને ગાંધીગ્રામ પોલીસે પકડ્યા: ત્રણ દિવસના રિમાન્ડ પર

રાજકોટ: કાર લઈને નીકળેલા બે યુવાને ટ્રક ચાલકને ઉભો રાખી ટ્રક ધીમો ચલાવવાનું કહેતા બોલાચાલી થયા બાદ માધાપર ગામના ઇશ્વરીયા પાન નામની દુકાન પાસે સાતેક શખ્સોએ આવી માથાકૂટ કરી હુમલો કર્યો હતો. તેમજ એક શખસે રિવોલ્વર તાકી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૧૦/૦૯।૨૦૨૧ ના રોજ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૩૫ ૨૧ ૩૨૧૦/૨૦૨૧ આઈપીસી કલમ ૩૨૩,૩૦૭,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)બી.એ. તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયો હતો. આ ગુનામાં સાત આરોપીઓને પકડી કોર્ટમાં રજું કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓના દિન-૦૩ના રીમાન્ડ મંજુર થતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપીઓના નામ સરનામા આ મુજબ છે. (૧) ઉદયભાઇ ઉર્ફે લાલો પુનાભાઇ મિયાત્રા ઉ.વ.૪૧ રહે.પોપટપરા શે.નં-૧૨ રામજી મંદીરની બાજુમા " રાધેકિષ્ના " મકાન રાજકોટ (૨) સંજયભાઇ વજુભાઇ વિરડા ઉં.વ.-૩૨ રહે. માધાપર મહાદેવ પાર્ક શે.નં-૧ " ભૌતિક " મકાન રાજકોટ (3) નિલેશભાઇ દાનાભાઇ વિરડા ઉવ.-૨૮ રહે માધાપર મહાદેવ પાર્ક શે.નં-૧ "ભૌતિક" મકાન રાજકોટ (૪) અલ્પેશ મેપાભાઇ વિરડા ઉ.વ.-૩૨ રહે.મવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શે.નં-૬ " સોનલ કૃપા " મકાન રાજકોટ (૫) અશોકભાઇ આલાભાઇ તૈયા ઉ.વ-૨૯ રહે.ન્યુ નહેરૂનગર મેઇન રોડ સોનારા એસપ્ટેડની સામે ૮૦ ફુટ રોડ રાજકોટ (૬) કેવલ કાળુભાઇ ડાંગર ઉ.વ- ૨૩ રહે.મવડી પ્લોટ વિનાયક નગર શે.નં-૯ વિપુલ પ્રોવિઝન સ્ટોરની બાજુની શેરી રાજકોટ (૭) અશ્વીનભાઇ મેપાભાઇ વિરડા ઉ.વ.૩૩ રહે-શ્રી નાથજી સોસાયટી મે.રોડ વિશ્વેશ્વર મંદીર પાસે રાજકોટ.

 કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિશ્નર. ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગ પી.કે.દિયોરાની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા પો.સબ.ઇન્સ જે.જી.રાણા એ.એસ.આઇ. હીરાભાઇ ભુરાભાઇ તથા પો.હેડ કોન્સ. ખોડુભા જાડેજા તથા વનરાજભાઇ લાવડીયા તથા ભરતભાઇ ચૌહાણ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ ગોહીલ તથા ગોપાલભાઇ પાટીલ તથા ગોપાલભાઇ બોળીયા તથા દિનેશભાઇ વહાણીયા સહિતે આ કામગીરી કરી છે.

(10:04 am IST)