Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

અમેરિકાના દીકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ : ખમીરવંતા, મર્દાનગી વાળા, પોતાનું સર્વ પ્રજા માટે લુંટાવી દે એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે : અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે, માલધારીઓ તમે ભાજપના નેતાઓને પૂછો તમે અમારો ક્યારેય વિચાર કર્યો છે ? હોસ્પિટલના બિલ ભરવા પત્નીને ઘરેણાં ગીરવે મૂકવા પડે છે : જમીર વેચીને કોઈ દિવસ જીવાતું નથી માયકાંગલાની જેમ જિંદગી જીવાતી નથી : માણસ મરી જાય તો હોસ્પિટલવાળા કહે કે બાકી ના પૈસા જમા કરાવો પછી તમને ડેડ બોડી આપીશું: દિલ્હીમાં અજાણ્યા માણસનો અકસ્માત થાય અને કોઈ તેને હોસ્પિટલમાં લઈ જાય તો તેને ₹5,000 નું ઇનામ આપવામાં આવે છે અને પોલીસ કોઈ પુછપરછ પણ નથી કરતી : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આજે જામનગર જિલ્લાના નવાગામ અને દ્વારકા જિલ્લાના સોઢા તરઘડી ગામે ગ્રામસભા યોજી

રાજકોટ તા.૧૮ : આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આજે જામનગર જિલ્લાના નવાગામે અને દ્વારકા જિલ્લાના સોઢા તરઘડી ગામે ગ્રામ સભા યોજી હતી. આ સભામાં સ્થાનિક હોદેદારો, કાર્યકરો, યુવાનો, વડીલો, મહિલાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.આ તકે અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.ઈસુદાન ગઢવીએ સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, સરકાર કેવી હોવી જોઈએ? આપણે વાતો કરીએ છીએ આપણા દીકરાઓને વિદેશમાં મોકલવાની, કેનેડામાં જાય, અમેરિકામાં જાય, પરંતુ કોઈ પણ નેતાએ એવું વિઝન નથી રાખ્યું કે અમેરિકાના દીકરા હિન્દુસ્તાનમાં નોકરી કરવા માટે આવવા જોઈએ અને લાઈનો લાગવી જોઈએ. આજે ભાજપની વિચારધારા ધરાવતા મિત્રો અને કોંગ્રેસની વિચારધારા ધરાવતા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત થશે પરંતુ તમે પવિત્ર છો એમાં કોઈ બે મત નથી, પણ ઉપર બે પાંચ સોદાગરો છે એમાં પણ બે મત નથી.

 

કોઈ દુષ્કૃત્ય કરે માની લો કે આપણે અહીંયાથી પાંચ સાત લોકો ગાડી ભરીને કોઈને મારવા જઇએ. હત્યા તો બે જ જણા કરી હોય પરંતુ ગાડીમાં બેઠેલા બીજા લોકો પણ એ પાપના ભાગીદાર બને કે ના બને? જમીર વેચીને કોઈ દિવસ જીવાતું નથી માયકાંગલાની જેમ જિંદગી જીવાતી નથી. “ઇતિહાસ ઉસ કા લિખા જાતા હૈ જો અન્યાય કે ખીલાફ આવાજ ઉઠાતે હૈ, તલવે ચાટનેવાલો કા ઇતિહાસ કભી લિખા નહી જાતા.” આમ આદમી પાર્ટી પોલિટિકલ પાર્ટી નથી, એ તો એક વ્યવસ્થા નો ભાગ છે. ખમીરવંતા, મર્દાનગી વાળા, પોતાનું સર્વ પ્રજા માટે લુંટાવી દે એવા લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

 

અત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે, માલધારીઓ તમે ભાજપના નેતાઓને પૂછી જોવો તમે મત માગવા આવ્યા છો પણ અમારો ક્યારેય વિચાર કર્યો છે કે નહીં. અમૂલની એક લીટરની થેલી 60 રૂપિયામાં પડે છે, તમે બધું કરો જાહેરાત, અધિકારીઓના કમિશન, કર્મચારીઓના, ડેરીના પૈસા બધું ગણી લો તો પણ 43 થી 44 રૂપિયા થાય 60 રૂપિયા ની થેલી વેચાય છે. તમે ડીફરન્સ જોવો મિત્રો રોજનો 30 કરોડ લિટર દૂધ ગુજરાતમાંથી સપ્લાય થઈ રહ્યું છે. દસ રૂપિયા તમારા વધારી શકાય તો રોજના 300 કરોડ રૂપિયા થયા કે નહીં? મહિનાના 9000 કરોડ રૂપિયા થયા અને વર્ષના એક લાખ 8 હજાર કરોડ રૂપિયા માલધારીને વધારાના મળી શકે કે નહીં? એનાથી તમારી 10 ભેંસોની 20 ભેસો થઈ જાય કે નહીં? હું ખાલી કહેતો નથી પણ આ બધું શક્ય છે.

 

તમારા ગામમાં અકસ્માત થાય કોઈને માથામાં વાગી ગયું. આપણે મોટી હોસ્પિટલમાં લઈ જઈએ એટલે સંબંધોને કહીએ કે તમે પૈસા લેતા આવો. પછી સિસ્ટર આવે અને કહે કે અઢી લાખ રૂપિયા જમા કરાવો. બે દિવસ જાય પછી સાંજે 5:00 વાગ્યા ફરી બેન આવે અને કે બીજા બે લાખ રૂપિયા જમા કરાવો, ભાઈને માથામાં વાગ્યું છે અને સાહેબે કહ્યું છે કે લંડનથી કન્સલ્ટિંગ કરવાનું છે. બીજા ચાર દિવસ બાદ ફરીથી બેન કહે કે બીજા ત્રણ લાખ રૂપિયા જમા કરાવો ત્યારે પત્નીને ઘરેણાં ગીરવે મૂકવા પડે છે કે નથી પડતા? આપણે બચી જઈએ તો સાતથી આઠ લાખ રૂપિયાનું બિલ આવે અને બધી મૂડી જતી રહે અને ના બચીએ અને 1.5 લાખ રૂપિયા બાકી હોય તો ફરીથી બેન આવે અને કહે કે બાકી ના પૈસા જમા કરાવો પછી તમને ભાઈની ડેડ બોડી આપીશું. 

 

દિલ્હીમાં સાત વર્ષ પહેલા આજ સ્થિતિ હતી. આમ આદમી પાર્ટીની સરકાર આવી માત્ર દિલ્હીના નહીં કોઈ પણ હિન્દુસ્તાનનો નાગરિક જાય અકસ્માત થાય અને કોઈ તે અજાણ્યા માણસને હોસ્પિટલમાં લઈ જાય તો તેને ₹5,000 નું ઇનામ આપવામાં આવે છે અને પોલીસ પૂછપરછ માંથી મુક્તિ મળે છે. એક લાખનું બિલ હોય કે એક કરોડનું બિલ હોય હું તેમને નથી પડતું અરવિંદ કેજરીવાલજીની સરકાર ભરે છે. દિલ્હીમાં તમામ નાગરિકોનો મેડીક્લેમ છે. એક પણ રૂપિયો કોઈ આપવો નથી પડતો, દવા, ટેસ્ટ બધું મફતમાં થઈ જાય છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફતમાં વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશિષ્ટ ગેરંટી મળશે તેવું વચન અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની જનતાને આપ્યું છે. 

 

(9:40 pm IST)