Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નામ્‍બીયાથી ચિતાઓને કુનો જંગલમાંથી લાવવામાં રાજકોટના વકીલ તુષાર ગોકાણીનો સિંહફાળો

સુપ્રિમ કોર્ટમાં કરેલ કાનુની રજુઆતો અને કાયદાની આંટીઘુંટી બાદ ગુજરાતના સિંહોને કુનો જંગલમાં ખસેડવાના બદલે ચિત્તાઓનો વસવાટ કરે તેવી સુપ્રિમમાં એડવોકેટ ગોકાણીએ રજૂઆત કરી હતી : ત્રણ જજોની બેંચ સમક્ષ ચિત્તાઓને લાવવાના મુદ્દે કાનુની ગુંચ ઉકેલવા રજૂઆત કરેલી : ગીરના સિંહો કુનો જંગલમાં સ્‍થળાંતરીત નહિ થતાં સાવજ પ્રેમીઓમાં ખુશીની લહેર ઉભી થઇ હતી : એડવોકેટ ગોકાણી ઉપર અભિનંદન વર્ષા

રાજકોટ તા. ૧૯ : હાલ જયારે સમગ્ર દેશ નામ્‍બીયાથી ભારતના કુનો જંગલમાં લાવવામાં આવેલ ચિત્તાઓને આવકારવામાં મશગૂલ છે ત્‍યારે આ ચિત્તાઓને લઈ આવવા માટેનો કાનૂની માર્ગ મોકળો કરવાનો શ્રેય રાજકોટના એડવોકેટ તુષાર ગોકાણીને જાય છે. એક ગુજરાતી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો પર્યાવરણ લક્ષી દ્રઢ વિશ્‍વાસ અને નિヘય ફળીભૂત કરવામાં કાયદાકીય રાહ ખોલનાર પણ એક ગુજરાતી વકીલ હોય ગુજરાત માટે બેવડા ગૌરવ અને આનંદની ઘડી.

સને-ર૦૦૯માં કેન્‍દ્ર સરકારે ચિત્તાઓને ભારતના કુનો જંગલમાં પ્રસ્‍થાપીત કરવા કાર્યવાહીઓ આરંભેલ હતી પરંતુ ત્‍યારબાદ સને-ર૦૧૩માં સુપ્રિમ કોર્ટ દ્વારા કુનો જંગલમાં ગીરના સિંહોને સ્‍થળાંતરીત કરવાનુ ઠરાવતા ચિત્તાઓને લઈ આવવાના પ્રયત્‍નો અભેરાઈએ ચડી ગયેલ હતા. જે સુપ્રિમ કોર્ટના ચુકાદા સામે રાજકોટના જાણીતા એડવોકેટ શ્રી તુષાર ગોકાણીએ રીટ પીટીશન દાખલ કરતા સુપ્રિમ કોર્ટની ૩ (ત્રણ) જજોની ખંડપીઠ દ્વારા સિંહોને સ્‍થળાંતરીત કરવા સામે નોટીસ કાઢવામાં આવેલ હતી જે અરજીની સુનાવણી દરમ્‍યાન સિંહોને બદલે ચિત્તાને સ્‍થળાંતરીત કરવા જોઈએ તેવી રજૂઆતો થતા કેન્‍દ્ર સરકાર દ્વારા મુદ્દાની નોંધ લઈ આગળ ધપાવતા હાલ ભારત પોતાના નવા મહેમાન એવા નામ્‍બીયાના ચિત્તાને આવકારી રહેલ છે.

સર્વોચ્‍ચ અદાલતે એપ્રિલ-ર૦૧૩ ઉપરોકત હુકમ કરતા ગુજરાતમાં વિવિધ સંસ્‍થાઓ અને સમાજ ઉપરોકત હુકમ સામે નારાજગી વ્‍યકત કરી હતી. રાજકોટ સ્‍થિત વાઈલ્‍ડ લાઈફ કન્‍ઝર્વેશન ટ્રસ્‍ટે આ સંદર્ભે ગ્રાઉન્‍ડ લેવલ તથ્‍યો તેમજ અમુક કાયદાકીય મુદાઓ સર્વોચ્‍ચ અદાલતના ઘ્‍યાનાર્થે યોગ્‍ય રીતે મુકાયેલ ન હોવાથી તે સંદર્ભે સર્વોચ્‍ચ અદાલતમાં જાહેર હિત યાચીકાની રીટ પીટીશન દાખલ કરેલ હતી. સર્વોચ્‍ચ અદાલતે વાઈલ્‍ડ લાઈફ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડીયાએ કરેલ જનહીત યાચીકા અન્‍વયે આદેશ કરી સિંહની પ્રજાતી દુલર્ભ થવાના આરે છે, ગીરમાં રહેલા ધાર્મિક સ્‍થળોએ લોકોની અવરજવરથી સિંહને ખલેલ પહોંચે છે, ગીરનો વિસ્‍તાર હવે સિંહોને નાનો પડે છે જેથી સિંહ અને માણસ વચ્‍ચે અથડામણ વધી રહી છે તેમજ કોઈ વાયરલ રોગચાળો કે દાવાનળ ફાટી નીકળે તો બધા સિંહો એક સાથે હોમાઈ જવાનો ખતરો ઉભો થઈ શકે તેમ છે જયારે કુનો જંગલમાં ભુતકાળમાં સિંહ વસતા હોવાથી તે વિસ્‍તાર સિંહો મો અનુકૂળ રહેશે તેમજ પાણીનું પ્રમાણ, ખોરાક, તાપમાન અને પર્યાવરણની બાબતે કુનોમાં મહદઅંશે ગીર જેવી પરિસ્‍થિતિ છે જેથી સિંહો તે વાતાવરણમાં પોતાનો વસ્‍તી-વિસ્‍તાર કરી શકશે અને તેઓને બીજુ ઘર મળી રહેશે તેવા કારણો આપીને નેશનલ વાઈલ્‍ડ લાઈફ એકશન પ્‍લાનના સુચનોના આધારે ગીરમાંથી સિંહોને મઘ્‍યપ્રદેશના કુનો જંગલ ખાતે ખસેડવાનો આદેશ કરેલ હતો.

 સર્વોચ્‍ચ અદાલતે સિંહોને ગુજરાત બહાર ખસેડવાનો આદેશ કરતા ગુજરાતનાં સાવજપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાયેલ હતી અને હુકમની ફેર વિચારણા થવી જોઈએ તેવા મત સાથે અલગ અલગ પ્રકારના આંદોલનો થયેલ અને સુપ્રિમ કોર્ટના હુકમને કાયદેસર કાર્યવાહીથી પડકારવાની માંગ તેજ બનેલ હતી. જે લાગણીને વાચા આપી રાજકોટના વાઈલ્‍ડ લાઈફ કન્‍ઝર્વેશન ટ્રસ્‍ટે પ્રખ્‍યાત ધારાશાસ્‍ત્રી શ્રી તુષાર ગોકાણી મારફત સર્વોચ્‍ચ અદાલતમાં વિવિધ કાનુની મુદાઓ પર રીટ પીટીશન દાખલ કરેલ હતી.

વાઈલ્‍ડ લાઈફ કન્‍ઝર્વેશન ટ્રસ્‍ટે કરેલ રીટમાં મુખ્‍યત્‍વે એવી રજુઆત કરવામાં આવેલ કે નેશનલ વાઈલ્‍ડ લાઈફ એકશન પ્‍લાન (NWAP) ના સુચનો કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રસિઘ્‍ધ કરવામાં આવેલલ છે જે નિર્દેશ સ્‍વરૂપના છે તેને કોઈ કાયદાકીય બળ મળી રહેતુ નથી અને તે સુચનોમાં જે કોઈ સુચન કોઈપણ સ્‍ટેચ્‍યુટ એટલે કે કાયદાની વિરૂઘ્‍ધમાં હોય તેટલા પુરતા તેમને અદાલતમાં અમલી કરાવી શકાય નહી તેમજ અદાલતે જે કમીટીના સભ્‍યોનાં રીપોર્ટના આધારે સિંહોને મઘ્‍યપ્રદેશમાં સ્‍થળાંતર કરવા હુકમ કરેલ છે તે પૈકી કોઈને પણ ગ્રાઉન્‍ડ લેવલ એકસપીરીયન્‍સ (જમીની અનુભવ) નથી.

રીટ અરજીમાં એવી પણ રજુઆત કરાઈ છે કે વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭રની કલમ-૧ર, ર૯ અને ૩પ (૬) ની જોગવાઈ જોતા કોઈપણ જંગલી પ્રાણીને જંગલમાંથી ખસેડવા કે સ્‍થળાંતરીત કરતા પહેલા ચીફ વાઈલ્‍ડ લાઈડ વોર્ડનની ચોકકસ મંજુરીની જરૂરીયાત છે અને નેશનલ વાઈલ્‍ડ લાઈફ એકશન પ્‍લાનની ભલામણો વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭રની કલમ-૧ર મુજબ લેવાની થતી મંજુરીથી ઉપરવટ ન હોઈ શકે તથા તેની જે ભલામણો ઉપરોકત કાયદાની આદેશાત્‍મક જોગવાઈઓ વિરૂઘ્‍ધની હોય તેને માની શકાય નહી કે અમલમાં મુકી શકાય નહી.

એવો કાનુની મુદો પણ ઉઠાવાયો છે કે, સર્વોચ્‍ચ અદાલતે તા. ૧પ/૦૪/ર૦૧૩ના ચૂકાદામાં વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭રની કલમ-પ (એ) મુજબ રચાયેલ નેશનલ બોર્ડ ફોર વાઈલ્‍ડ લાઈફની કે જેના અઘ્‍યક્ષસ્‍થાને વડાપ્રધાન છે તેના સુચનો પણ માનેલ છે, પરંતુ તે સામાન્‍ય સતા, અન્‍વયે, કરવામાં આવેલ સુચનો છે જયારે વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ, ૧૯૭રની કલમ ૧ર, ર૯, ૩પ (૬) કે જે આદેશાત્‍મક છે, તેમાં ચોકકસ સતાઓ, માત્ર ચીફ વાઈલ્‍ડ લાઈફ વોર્ડન ને જ આપવામાં આવેલ છે અને સામાન્‍ય સતાઓ કયારેય ચોકકસ (ખાસ) સતાઓની ઉપરવટ જઈ શકે નહી. જયારે, સર્વોચ્‍ચ અદાલતે પોતાના ચુકાદામાં નેશનલ વાઈલ્‍ડ લાઈફ એકશન પ્‍લાન (NWAP) સંદર્ભે કરેલ અવલોકનોથી કાયદાની આદેશાત્‍મક જોગવાઈઓનું સ્‍થાન માત્ર બોર્ડની ભલામણો ગ્રહણ કરેલ છે. તેમજ ગુજરાતના ચીફ વાઈલ્‍ડ લાઈફ વોર્ડને, સિંહોને, કુનો જંગલ ખાતે સ્‍થળાંતરીત કરવા વાઈલ્‍ડ લાઈફ પ્રોટેકશન એકટ, ૧૯૭ર ની કલમ-૧ર, ર૯ અને ૩પ (૬) મુજબ જરૂરી કોઈ જ મંજુરી આપેલ નથી. જેથી સર્વોચ્‍ચ અદાલતે ચુકાદા દ્વારા રચેલ એકસપર્ટ કમિટી પણ કાયદાથી વિસંગત અને વિરુઘ્‍ધની છે.

સિંહ અને વાઘ બન્‍ને એગ્રે્રસીવ બીગ કેર હોય એકસાથે રહી શકે નહી તેથી કુનો જંગલનો ટાઈગર કોરીડોર તરીકે ઉપયોગ કરવો જોઈએ તેવુ નેશનલ ટાઈગર ઓથોરીટીનુ પણ માનવાનુ હોય ત્‍યારે ગુજરાતના સિંહોને કુનો ખસેડવાને બદલે સરકારે કુનો જંગલનો ટાઈગર કોરીડોર તરીકે ઉપયોગ કરવો જોઈએ અથવા ચિત્તા જેવી અન્‍ય પ્રજાતિ  કે જે અગાઉ ભારતમાં વસવાટ કરતા હોવાનુ કહેવામાં આવે છે તેણે ફરી સ્‍થાપીત કરવી જોઈએ તેવી રજૂઆત પણ હાથ ધરાઈ હતી.

રાજકોટના ટ્રસ્‍ટ દ્વારા કરાયેલ રીટ પીટીશન સર્વોચ્‍ચ અદાલતમાં ૩ જજોની ખંડપીઠ સમક્ષ સુનાવણી અર્થે નીકળતા સર્વોચ્‍ચ અદાલતને અરજીમાં વજુદ જણાતા નોટીસ કાઢવાનો હુકમ કરવામા આવેલ હતો. જે અરજી સર્વોચ્‍ચ અદાલતમાં નિર્ણાયાધીન હતી તે દરમ્‍યાન  મધ્‍યપ્રદેશના એક પર્યાવરણ પ્રેમીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાન ના કરવા કન્‍ટેમ્‍પટ ઓફ કોર્ટની અરજી દાખલ કરેલ હતી જે અરજીનો પણ શ્રી ગોકાણીએ મક્કમકતાથી સામનો કરી સર્વોચ્‍ચ સમક્ષ તથ્‍યો રજૂ કરતા તે અરજી અવમાનનાની અરજી ફગાવી દેવામાં આવેલ અને તેની સુનાવણી દરમિયાન પણ સિંહોને નહી પરંતુ ચિત્તાઓને પુનઃ સ્‍થાપિત કરવા જોઇએ તેવી લાગણી સર્વોચ્‍ચ અદાલતે પણ વ્‍યકત કરેલ હતી  અને ત્‍યારબાદ અસંખ્‍ય કાનૂની ઉતાર-ચઢાવના અંતે સદર રીટ અરજી સર્વોચ્‍ચ અદાલતમાં વિશેષ સુનાવણીર્થે નીકળતા શ્રી ગોકાણી એ કરેલ રીટ અરજીમાં સંલગીત અરજી કરી NTCA નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરીટી તથા કેન્‍દ્ર સરકાર દ્વારા ચિત્તાને કુનો જંગલમાં ફરી સ્‍થાપીત કરવાની રજૂઆત કરાતા તેને સર્વોચ્‍ચ અદાલતે ર૦ર૦ ની સાલમાં લીલી ઝંડી આપેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર દેશ જયારે હર્ષોલ્લાસથી ચિત્તાઓના આગમનને વધાવી રહેલ છે ત્‍યારે આ આગમનને શકય બનાવવા માટે કાનૂની માર્ગ મોકળો કરનાર એક ગુજરાતી એડવોકેટ હોય તે પણ ગુજરાત અને ખાસ કરીને રાજકોટ માટે એક ઐતિહાસિક અને ગૌરવવંતી ઘટના છે. તે ઉપરાંત હવે ગીરના સિંહોને કુનો જંગલમાં લઈ જવા સામેની કાનૂની લડતને પણ નવી ઉર્જા મળેલ છે કારણ કે ત્રણ એગ્રેસીવ એટલે કે ખુંખાર જનાવરો સાથે ન રહી શકે તેવા સર્વોચ્‍ચ અદાલત સમક્ષના કાનૂની મુદ્દાને વિશેષ બળ મળી રહે છે ત્‍યારે હવે ગીરના સિંહોને સ્‍થળાંતરીત કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં શ્રી ગોકાણીના નવા કાનૂની દાવ તરફ સૌની મીટ મંડાયેલી છે.

આ સમગ્ર કાનૂની જંગની શરૂઆત ધારાશાસ્‍ત્રી તુષાર ગોકાણી તથા રીપન ગોકાણીએ કરેલ જેમાં એડવોકેટ કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જસપાલસિંહ જાડેજા, યશ વૈશ્‍ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.(૨૧.૧૧)

 

 

જૂનાગઢમાં ૧૭મીથી અધ્‍યક્ષ ઈમ્‍તિયાઝ પઠાણની આગેવાનીમાં મુસ્‍લિમ એકતા મંચના કાર્યકરો મેદાનમાં

મોમીન જોડો અભિયાનના ભાગરૂપે જાહેર કરાયો પ્રવાસ કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૯ : વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેના દ્વારા ગુજરાતની જનતા પોતાનું યોગ્‍ય અને સક્ષમ પ્રતિનિધિઓને વિધાનસભામાં મોકલવા માટે મતદાન કરશે આ ચૂંટણીઓમાં ગુજરાતના મુસ્‍લિમ સમાજને યોગ્‍ય અને સક્ષમ અને પૂરતું પ્રતિનિધિત્‍વ મળે તે હેતુથી મુસ્‍લિમ સમાજના નીડર અને કાર્યદક્ષ સંગઠન મુસ્‍લિમ એકતા મંચ દ્વારા સુનિયોજિત મુહીમ શરૂ કરવામાં આવી છે.

મુસ્‍લિમ એકતા મંચના અધ્‍યક્ષ ઇમ્‍તિયાઝ પઠાણે જણાવ્‍યું હતું કે  ગુજરાત વિધાનસભામાં ગુજરાતમાં રહેતા મુસ્‍લિમ સમાજની વસ્‍તીના આધારે જે તે વખતે તેમને યોગ્‍ય પ્રતિનિધિત્‍વ આપવામાં આવ્‍યું હતું. પરંતુ છેલ્લા વર્ષોથી વર્તમાન શાસકોની નીતિ રિતિના કારણે સમાજમાં ઉભા થયેલા વેમનસ્‍ય કારણે ધીમે ધીમે દરેક રાજકીય પક્ષો દ્વારા મુસ્‍લિમ સમાજને કોરાને પાડી દેવામાં આવ્‍યો હોય તેમ તેમને વિધાનસભા ચૂંટણીઓમાં ટિકિટો આપવાનું બંધ કરી દેવામાં આવ્‍યું છે ગુજરાતમાં મુસ્‍લિમ સમાજની વસ્‍તી ૧૦% જેટલી હોય ૫૦ લાખ થી વધુ મુસ્‍લિમ મતદારો અસ્‍તિત્‍વમાં હોય છતાં મુખ્‍ય રાજકીય પક્ષો દ્વારા મુસ્‍લિમ સમાજને સરાસર અન્‍યાય કરવામાં આવી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી એક પણ મુસ્‍લિમ વ્‍યક્‍તિને વિધાનસભામાં ટિકિટ આપતી નથી તો કોંગ્રેસ દ્વારા પણ તેના અગાઉના વલણમાં ફેરફાર કરી અને નામ માત્ર ના મુસ્‍લિમ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવામાં આવે છે ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટીમાં પણ મુસ્‍લિમો સાથે સેકન્‍ડ ક્‍લાસ સિટીઝન જેવું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેમ પ્રદેશ કક્ષાએ એક પણ સક્ષમ આગેવાનને જવાબદારી સોંપવામાં આવી નથી આવા સંજોગોમાં મુસ્‍લિમ સમાજ કોઈ પણ પક્ષ કે નેતા ઓની લાગણીમાં દોરવ્‍યા વગર પોતાના ભાવિનો ફેસલો પોતાની જાતે કરવાનો સમય આવી ગયો છે એ આઈ એમ આઈ એમ જેવા પક્ષો મુસ્‍લિમ સમાજના અન્‍ય સમાજની સામે મૂકી ગુજરાતનું વાતાવરણ ડહોળવાનું કામ કરે તો નવાઈ નહિ ત્‍યારે ગુજરાતમાં મુસ્‍લિમ સમાજ પોતાની સક્ષમતા અને તાકાત દર્શાવી અન્‍ય સમાજને સાથે રાખી પોતાનું પ્રતિનિધિત્‍વ વિધાનસભામાં કેમ વધારવું તે બાબતે ખાસ રણનીતિ પણ કામ કરવા મુસ્‍લિમ એકતા મંચ દ્વારા અગામી સમયમાં ખાસ કાર્ય યોજના અંતર્ગત કામ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે અગામી ૧૭ સપ્‍ટેમ્‍બરથી ચૂંટણીના દિવસ સુધી ઈમ્‍તિયાઝ પઠાણ સહિત મુસ્‍લિમ એકતા મંચના કાર્યકરો ગુજરાતના શહેરો ગામડાઓનો સતત પ્રવાસ કરીને ચોક્કસ દિશામાં માહોલ બનાવશે.

(4:04 pm IST)