Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

નરેન્દ્રભાઇના જન્મદિને પ૧ મુક-બધીર દિકરીઓનું પોસ્ટ ઓફીસમાં ખાતુ ખોલાવી આપતા ડો. દર્શીતાબેન

વીરાણી બહેરા-મુંગા શાળામાં કેક કાપી ડે. મેયર દ્વારા ઉજવણી

રાજકોટ, તા. ૧૯ : ભારતને વિકાસ અને વૈશ્વિક સન્માનની નવી ઉચાઈ આપનાર વડાપ્રધાન  નરેન્દ્રભાઇના જન્મ દિવસની ઉજવણી ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહે છ.શા. વીરાણી બહેરા-મૂંગા શાળાની મુક બધિર દીકરીઓ તથા બાળકો સાથે કેક કાપી કરી હતી. તેમજ આ તબક્કે સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ૫૧ મુક બધિર દીકરીઓને પોતે અનુદાન આપી પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી અને ચેકથી રકમ જમા કરેલ.

સુકન્યા સમૃધ્ધિ યોજના દીકરીઓના ભવિષ્યના ઘડતર તથા સુરક્ષા માટે ઘણી ઉપયોગી થાય છે. તેમજ બહેરા-મૂંગા શાળાની દીકરીઓ તથા બાળકો સાથે કેક કાપી નરેન્દ્રભાઇના જન્મ દિવસની ઉજવણી કરેલ બહેરા-મૂંગા શાળાના મુક બધિર શિક્ષક  અશોકભાઈ કુકડીયા તેમજ દિવ્યાંગ બાળકોએ સાથે મળી નરેન્દ્રભાઈની રંગોળી બનાવી હતી.

આ પ્રસંગે બહેરા-મૂંગા શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી, ગૃહ માતા મધુબેન ભરાડ તથા શિક્ષક ગણ પણ ઉપસ્થિત રહેલ તેમજ શાળાના પ્રમુખ  રજનીભાઈ બાવીશી તેમજ માનદ મંત્રી નરેન્દ્રભાઈ દવે તેમજ સર્વે ટ્રસ્ટીઓએ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી તથા પોસ્ટ ઓફીસના  ભાવેશ રાવલ (સબ ડીવીઝન ઇન્સ્પેકટર),  અંકુર દોંગા (સબ પોસ્ટ માસ્તર રાજકોટ ભકિતનગર પોસ્ટ ઓફીસ), અલ્પેશ મીરાણી (આસી. રાજકોટ ડીવીઝન)ને ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહે અનુદાનનો ચેક આપેલ અત્રે ઉલ્લેખનીય છે કે, ડે. મેયર ડૉ. દર્શીતાબેન શાહે માન. મોદી સાહેબના જન્મ દિવસે થેલેસેમિયા ગ્રસ્ત બાળક માટે રકત દાન પણ કરેલ

(3:42 pm IST)