Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બજરંગવાડી સર્કલથી થીમ પાર્ક તરફનો રસ્તો ટનાટન બનશે : ડામર-મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૦૨માં આવેલ બજરંગવાડી સર્કલથી થીમ પાર્ક તરફ જતા રસ્તા પર એચ.સી.જી હોસ્પિટલ સુધીના ૧૫ મીટર ટી.પી. રોડ પર મેટલીંગ તથા ડામર કાર્પેટ કરવાના કામનું ખાતમુહુર્ત ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણીય નીતિનભાઈ ભારદ્વાજ તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનિષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા કોર્પોરેટર મીનાબા જાડેજા, પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા વોર્ડ અગ્રણીય પૃથ્વીસિંહ વાળા, જયસુખભાઈ પરમાર, મનીષભાઈ મહેતા, જગદીશભાઈ વાડોલીયા, રજાકભાઈ જામનગરી, યોગરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, ડો.શૈલેશભાઈ વસાણી, રાજુભાઈ દલવાણી, જયંતીભાઈ બુધેલીયા, જોરુભા ઝાલા, પુષ્પકભાઈ જૈન, પૃથ્વીરાજ, વિક્રમસિંહ જાડેજા, અતુલભાઈ નથવાણી, કૌશિકભાઈ અઢીયા, યુસુફભાઈ કટાર, જયભાઈ દવે, સંજયભાઈ મિયાત્રા, રાજુભાઈ વૈધ, અજુધ્યભાઈ ઝાલા, અલ્તાફભાઈ શેખ, ઇકબાલભાઈ કાદી, જયદેવસિંહ પરમાર, જયંતીભાઈ અજમેરી, જયરાજસિંહ જાડેજા, હસુભાઈ પોપટ, મહિલા મોરચા પ્રમુખ દીવ્યાનીબેન રાવલ તથા અગ્રણીય ભાવનાબેન પોપટ, સીમાબેન અગ્રવાલ, ભારતીબેન વાડોલીયા, આશાબેન વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:05 pm IST)