Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આઇ.ટી.આઇ. દ્વારા કૌશલ દિક્ષાંત સમારોહ : તાલીમાર્થીઓને માર્ગદર્શન

આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે વિશ્વકર્મા દિને યોજાયેલ તાલીમાર્થી દિક્ષાંત સમારોહ પ્રસંગે અશોક મણવર, ચેતન દવે, હેમાલીબેન રૂપારેલિયા, નિપૂણ રાવલ, સાગર રાડિયા વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૯ : શનિવારે વિશ્વકર્મા દિને સરકારી આઇ.ટી.આઇ. રાજકોટ ખાતે ૨૦૨૨માં ઉતીર્ણ થયેલા તાલીમાર્થીઓ માટે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયેલ. આ પ્રસંગે સંસ્‍થાના કલાસવન પ્રિન્‍સીપાલશ્રીએ સ્‍વાગત પ્રવચન કરી કાર્યક્રમના અધ્‍યક્ષ એકશન કિચન વેરના એમ.ડી. અશોકભાઇ મણવર, મુખ્‍ય અતિથિ પોલીટેકનિકના આચાર્ય હેમાલીબેન રૂપારેલિયા, રોજગાર અધિકારી ચેતનભાઇ દવે, તમામ ટ્રેડના તાલીમાર્થીઓ અને તેમના વાલીઓને આવકાર્યા હતા.

સમારોહમાં ક્રાફટસમેન ટ્રેનિંગ સ્‍કીમની નેશનલ કાઉન્‍સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ દ્વારા લેવામાં આવતી વિવિધ ટ્રેડની પરીક્ષામાં શ્રેષ્‍ઠ પરિણામ પ્રાપ્‍ત કરનાર તાલીમાર્થીઓનું બહુમાન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના વડા શ્રી નિપુણ રાવલ દ્વારા તાલીમાર્થીઓને સંસ્‍થા ખાતે થયેલા પ્‍લેસમેન્‍ટ, એપ્રેન્‍ટિસ તાલીમ યોજના, કૌશલ્‍ય ધ સ્‍કિલ યુનિવર્સિટી અને આઇ.ટી.આઇ બાદ કારકિર્દી ક્ષેત્રે રહેલ વિશાળ તકોથી માહિતગાર કરી કારકિર્દી માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે રોજગાર અધિકારી ચેતનભાઇ દવેએ તાલીમાર્થીઓને વિશે માહિતગાર કરેલ.  હેમાલીબેન રૂપારેલિયાએ પ્રેકિટલ તાલીમના મહત્‍વ પર ભાર કરેલ. સંસ્‍થાના વર્ગ-૨ આચાર્ય સાગર રાડિયાએ આભારવિધિ કરી હતી.

(3:48 pm IST)