Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રઘુવંશીઓમાં એક જ સુર, એ હાલો સાધુ વાસવાણી રોડ પર દાંડીયા રમવા જઈએ

સુમધુર સુરના માલિક, શ્રેષ્‍ઠ કલાકારોનો સાથ દાંડીયા રાસની દુનિયામાં ધમાલ, મસ્‍તીને દાંડીયાનું ત્રિવેણીરૂપ મિશ્રણ સર્જાશે:‘અકિલા રઘુવંશી બીટસ' નવરાત્રી મહોત્‍સવ થતી તડામાર તૈયારીઃ સંગ રાસોત્‍સવની પરંપરાનો પથરાશે પ્રકાશઃ રઘુવંશી ખેલૈયાઓનો ભારે તરવરાટ પાસ માટે ભારે ધસારો

રાજકોટઃ રઘુラકૂળ યુવા ગ્રુપ દ્વારા સતત ૬ ઠ્ઠા વર્ષે ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ- ૨૦૨૨' જબરદસ્‍ત આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજન અજોડ છે. કારણ કે રઘુવંશી સમાજના ખેલૈયાઓ માટે યોજાતા આ ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવે દેશ- વિદેશમાં અનેરી ખ્‍યાતી મેળવી છે અને વ્‍યવસ્‍થાની દ્રષ્‍ટિએ પણ સંપૂર્ણતા તરફ આ આયોજન ખ્‍યાતનામ બન્‍યું છે. આ નવરાત્રી મહોત્‍સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિધ્‍ધ સંગીતકાર, ગીતકાર, કલાકારો પોતાની કલાના કામણ પીરશતા હોય છે. જેઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ પોતાના કાર્યક્રમો સતત આપતા હોય છે. નવરાત્રી મહોત્‍સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્‍ટ ટ્રેડીશ્‍યનલ કોસ્‍ચ્‍યુમ, ડેકોરેટવી ગરબા, બેસ્‍ટ આરતી, બેસ્‍ટ ટેટુ, બેસ્‍ટ મહેંદી જેવી અવનવી કોમ્‍પિટિશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજબરોજ દરેક ગ્રુપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે. ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈશને ધ્‍યાનમાં રાખીને ગ્રાઉન્‍ડમાં જ એક વિશિષ્‍ટ રીતે તૈયાર કરેલ સેલ્‍ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્‍ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે. જેથી ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં જ હેપનીંગ મોમેન્‍ટ માણી શકશે. ‘અકિલા રઘુવંશી બીટસ'માં નવરાત્રી દરમ્‍યાન રાત પડશે અને દિવસ ઉગશે, તે પ્રકારની ભવ્‍ય રોશની અને ઝાકમઝોળ મેદાનમાં રાખવામાં આવશે.

 ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઈ રહ્યાં છે. ખેલૈયાઓનો ખૂબ મોટો ઘસારો અને અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ફોર્મ જમા કરવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૫ ૪૩૧૭૬) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૬/૯ થી તા.૫/૧૦ સુધી યોજાનાર ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ના ફોર્મ (૧) જાનકી પ્રોપર્ટીઝ, જગન્‍નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) મગનલાલ આઇસ્‍ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૪) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ, (પ) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૮)અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૭) દર્શન મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (૮)રાજેન્‍દ્ર સોડા, ઓસ્‍કાર પ્‍લાઝા, સાધવાસવાણી રોડ, (૯) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૦) માં કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૧) બાલાજી સ્‍ટેશનરી, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) મનમંદીર કોલ્‍ડ્રીંકસ, રૈયા રોડ, શાકમાર્કેટ પાસે, (૧૪) રાધે બ્‍યુટી કેર, ભકિતનગર સર્કલ, ગીતાનગર મેઈન રોડ, જયનાથ હોસ્‍પીટલ પાસે (૧૫) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧ ૬) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૭) ચા વાલા ટી કાફે, સંતોષ ભેળની બાજુમાં, સર્વેશ્વર ચોક (૧૮)કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૯)રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૦)સપના સોડા, શ્રી હરી નમકીનની બાજુમાં, કોટેચા ચોક, (૨૧) જલારામ મંદિર, ભીલવાસ (૨૨) શ્રી વિનાયક એન્‍ટરપ્રાઈઝ, ૨૫/૩૮ ન્‍યુ જાગનાથ પ્‍લોટ કોર્નર (૨૩) કાજલ જયુસ, વિરાણી ચોક (૨૪) શ્રી હરી ભગત, ગુંદાવાડી મેઈન રોડ (૨પ) રઘુવીર મેઘજી, જયુબેલી શાકમાર્કેટ (૨૬) રાઠોડ પાન, દાણાપીઠ ચોક (૨૭) જલારામ વેડીંગ કલેકશન, નિલકંઠનગર મેઈન રોડ (૨૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૨૯) જલારામ પાંઉભાજી,રણછોડદાસજીબાપુના આશ્રમની બાજુમાં, કુવાડવા રોડ (૩૦)જલારામ અનાજ ભંડાર, જુનું માર્કેટીંગ યાર્ડ (૩૧) જયશ્રી અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ (૩૨) ક્રિષ્‍ના મોબાઈલ શોપ, ગોકુલધામ ગેઈટ સામે, કળષ્‍ણનગર મેઈન રોડ (૩૩)અર્વા બ્‍યુટી ઝોન, નાંણાવટી ચોકથી અંદર, રામેશ્વર ચોક, રામેશ્વર હોલ પાસે (૩૪) સાગર ઈલેકટ્રીક, સ્‍વામીનારાયણ મંદીરની બાજુમાં, કાલાવડ રોડ રાજકોટ, (૩૫) જલરામ હોઝીયરી, પાટીદાર ચોક, રામેશ્વર હોલ પાસે, (૩૬) ગોપાલ મીલ્‍ક શોપ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો.૯૭૨૭૫ ૪૩૧૭૬, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.આયોજક ટીમના મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્‍ના, પારસભાઈ ઉનકડટ, સાગરભાઈ તન્‍ના, જયદેવભાઈ રૂપારેલીયા, નૈનેશભાઈ દાવડા, અમીતભાઈ પોબારૂ, રજનીભાઈ રાયચુરા, નિરવભાઈ પાંઉ, દિપકભાઈ કારીયા, રઘુરાજ રૂપારેલીયા સહિતના ‘અકિલા રઘુવંશી બીટસ'ના આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્‍ન કિરીટકાકાના નેતૃત્‍વમાં જહેમત ઉઠાવી રહ્યાં છે.

 સમગ્ર આયોજન અંગે અને ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે કાર્યાલય, જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭૫ ૪૩૧૭૬) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:31 pm IST)