Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સિવિલ હોસ્પિટલની ઓપીડી પાસેથી બેભાન મળેલા અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૯: સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડીંગ પાસેથી અજાણ્યો પુરૂષ (ઉ.વ. આશરે ૫૦) બિમારી સબબ બેભાન મળતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:08 am IST)