Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ટી સ્ટ્રીટઃતાજગી, સ્વાદ અને હળવાશના સંગમ સમું સ્થાન

હવેથી સવારે ૭ વાગ્યાથી શરુ થશે સ્વાદની શેરી એટલે કે ટી સ્ટ્રીટ : જ્યાં થેપલાં અને ભાખરી પણ મળે, ગાંઠિયા અને મેગી પણ મળે તથા સેન્ડવીચ અને ખીચું પણ મળેઃ આખો પરિવાર મોજ કરી શકે એવું સ્થળઃ ભૂષણ રાઠોડ-મેઘાવ્રત રાઠોડ

રાજકોટઃ ગરમ ગરમ ચા....તાજેતાજા મરી-મસાલા વાળા ગાંઠિયા....ચા ય વળી કેટલા પ્રકારની અને ગાંઠીયા સાથે ર્મોનિંગ બ્રેકફાસ્ટની પણ વેરાઈટી. એ બધું વળી એક ખુલ્લા વિશાળ વાતાવરણમા. સરસ મજાની જગ્યા. નિરાંતે દોસ્તો-પરિવારની સાથે બેસીને ગપ્પા મારી શકાય. ચાની ચુસ્કી લઈ શકાય. ઓહો તો  તો આ ક્યાંક હાઈ વે પર કે શહેરથી દૂર હોવું જોઈએ. એટલે આઘે કોણ જાય. પરંતુ એવું નથી આ તો વાત છે ટી સ્ટ્રીટની. ઓહ  આ કોઈ ચેઈન રેસ્ટોરન્ટ છે, ના રે ના આ તો રાજકોટન જ બે યુવાનોનું સાહસ છે અને કોઈ શેરી ગલીમા નથી. કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ જઈએ એટલે ડાબી બાજુ પેલી સંખ્યાબંધ હોટલો છે એમાં નોખી ભાત પાડતું સ્થળ છે ટી સ્ટ્રીટ.

 પણ ત્યાં તો બધું રાત્રે જ મળે છે....હા અત્યાર સુધી એવું હતું ટી સ્ટ્રીટ સાંજે જ શરુ થતું. પરંતુ રાજકોટના સ્વાદપ્રેમી લોકો માટે, ર્મોનિંગ વોકર્સ કે સ્ટુડન્ટ્સ માટે ટી સ્ટ્રીટ હવે સવારે પણ ખુલ્લું રહેશે. જેની વાનગીઓનો ચટકો રાજકોટવાસીઓની જીભ પર છેલ્લા ત્રેવીસ ત્રેવીસ વર્ષથી છે એવા અડિંગો રેસ્ટોરન્ટના સંચાલક-માલિક ભૂષણ રાઠોડ અને મેઘાવ્રત રાઠોડે શહેરની વચ્ચો વચ્ચ કિસાનપરા અને કોસ્મોપ્લેકસ પાસે આલાબાઇ ભઠ્ઠો નજીક હાઈ-વેના ધાબાની ફિલ આપતું ટી સ્ટ્રીટ શરુ કર્યું. જોતજોતાંમાં  તો ત્યાં ગિરદી થવા લાગી. સ્વાદિષ્ટ અને ગરમ ચા, મસ્કાબન, અલગ અલગ પ્રકારની સેન્ડવીચીઝ અને એવું કેટલું બધું ત્યાં મળે. થેપલાં અને સૂકીભાજી તો છે જ. લોકો સતત ડીમાન્ડ કરે કે સાજં સુધી અમારે રાહ જોવાની સ્ટુડન્ટ એમ કહે કે અમારે તો સાંજે ટ્યુશન હોય અમારા ટેસ્ટનું શુ?

 અને બન્ને ભાઈઓએ નક્કી કર્યં કે સવારે પણ ટી સ્ટ્રીટ ખુલ્લું રાખીએ. હવેથી સવારે સાત વાગ્યે આ ટી સ્ટ્રીટ શરુ થશે અને સાડા દસ વાગ્યા સુધી ત્યાં ભાખરી, બટરભાખરી, ગાંઠીયા,ઉપમા,પફ, ખીચું બધું જ મળશે. ચા અને કોફીની તો વિવિધતા એવી છે કે ટી સ્ટ્રીટમાં જઈને મેનુ જુઓ તો જ ખબર પડે. ફૂડની વસ્તુઓ ઘણીબધી પરંતુ સ્વાદ અને ગુણવત્તા સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં. અહીં ઓપન કીચન છે.  વાનગીનો ઓર્ડર આપો એ બનતી તમે તમારી નજર સામે જોઈ શકો. મિત્રો સાથે ભેગા થવું હોય, નાની-મોટી પાર્ટી કરવી હોય, ફેમિલી ગેટ ટુ ગેધર કરવું હોય કંઈ પણ હોય ટી સ્ટ્રીટ બેસ્ટ સ્થળ છે.

 ટી સ્ટ્રીટ માં બનતી બધી વાનગી આમ તો સ્વાદિષ્ટ છે. પણ ગાંઠિયાની મજા અહી અલગ છે. સરસ મજાના ક્રિસ્પી, સોફર ગાંઠિયા. શુધ્ધ તેલનો ઉપયોગ. એમાં અજમા, મરીનો સુંદર ઉપયોગ. સાથે લીલા મરચા અને તાજે તાજો સંભારો. ગરમ ચા, ગરમ ગાંઠીયા અને જલેબી. એ પણ આ ટી સ્ટ્રીટ ના વાતાવરણમાં માણવાની મજા જુદી જ. ફાફડા અને વણેલા ગાંઠિયાની મજા અહી હવે વહેલી સવારથી લઈ શકાશે. એ પણ ઊભા ઊભા કે કારમાં બેસીને નહી. નિરાતે મસ્ત ખુરશીમાં બેસીને અને સ્વચ્છતા વાળા વાતાવરણ અને જગ્યા માં.

 રાત્રે પીઝા,બર્ગર વગેરે પણ મળશે. સરસ મજાનું લેન્ડ સ્કેપીંગ, કોઈ પોતાનું કામ પણ લેપટોપમાં કરવા ધારે તો કરી શકે અને બિઝનેસ મીટ માટે પણ ઉમદા સ્થળ છે. રાજકોટમાં જગ્યાઓ ઘણી છે. ટી સ્ટ્રીટ જેવી જગ્યા બીજી નહીં હોય.  (૪૦.૨)

ટી સ્ટ્રીટ કાફે

મહિલા કોલેજ પાસે કોસ્મોપ્લેકસ સામે, આલાબાઇનો ભઠ્ઠો રાજકોટ, ભૂષણ રાઠોડ, મેઘાવ્રત રાઠોડ મો.૯૯૯૮૯૫૬૫૫૬

(11:27 am IST)