Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શાપર-વેરાવળ પાસે દેશીદારૂનો જથ્થો ભરેલ કાર પકડાઇઃ ચાલાક છનન

રાજકોટ તા. ૧૯ : શાપર-વેરાવળ પોલીસે દેશીદારૂનો જથ્થો ભરેલ કાર ઝડપી લીધી હતી. જો કે ચાલક નાસી છુટયો હતો.  શાપર (વેરાવળ)  પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એ. ગોહિલ તથા સ્ટાફના માણસો પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઇન્ડીકા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકવા ઇસારો કરતા તે કાર રોકાયેલ નહી જેનો પીછો કરતા આગળ જતા કાર ચાલક ટ્રાફીકનો લાભ લઇ કાર રેઢી મુકી નાશી ગયેલ જે કારમાંથી દેશી દારૂ ભરેલ બચકાઓ ર૪૦ લીટર  મળી આવતા દારૂ અને કર મળી કુલ ૧.પ લાખના મુદામાલ કબ્જે લઇ અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છ.ે અને આરોપીને પકડી પાડવા કાર્યવાહી ચાલુ છ.ે આ કાર્યવાહી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એ.ગોહિલ પો.હેડ. કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે(

(12:18 pm IST)