Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અંબિકા પાર્કમાં બાળા-બહેનો દ્વારા શસ્ત્ર પૂજન

રાજકોટઃ રૈયા રોડ પર આવેલ અંબિકા પાર્ક ખાતે છેલ્લા રપ વર્ષથી ગરબી યોજાય છે નવરાત્રીમાં અહીં બાળાઓ ૪ ગ્રુપમાં સાજીંદાઓની સંગત સાથે જુદા-જુદા રાસની રંગત જમાવે છે. જો કે આ વખતે કોરોનાને કારણે સરકારની ગાઇડલાઇન મુજબ નવરાત્રી ઉજવવામાં આવી હતી. આ વખતે વિજયા દશમીએ ગરબીની બાળાઓ અને બહેનો દ્વારા શસ્ત્રપુજન કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં બહેનો જોડાયા હતા. તેમજ સોસાયટીના ભાઇઓએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ શસ્ત્રપૂજન માટે અંબિકા પાર્ક ગરબી મંડળ અને હોદેદારો અને સોસાયટીના લોકોએ સહયોગ આપ્યો હતો.

(2:52 pm IST)