Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શ્રી રજપૂત યુથ કલબ દ્વારા નવરાત્રી મેગા કોમ્પિટીશન : વિજેતાઓને ઇનામો

રાજકોટ : શ્રી રજપુત યુથ કલબ દ્વારા નવરાત્રી પર્વ અંતર્ગત દરમિયાન ગત વર્ષની જેમ આ વખતે પણ સોરઠીયા રજપૂત સમાજના બહેનો માટે મેગા કોમ્પીટીશનનું આયોજન કરેલ હતુ જેમાં ડેકોરેટીવ કરેલ ગરબા, આરતી થાળી અને દાંડીયાનો સમાવેશ કરવામાં આવેલ હતો.

આ મેગા કોમ્પીટીશનમાં ૧૦૦ થી વધુ બહેનોએ ભાગ લીધેલ જેમા રાજકોટ શહેર ઉપરાંત જામનગર, ભાવનગર, સુરત ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પણ એન્ટ્રી આવેલ હતી. આ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા.

આ મેગા કોમ્પીટીશનમાં ગરબા ડેકોરેશનમાં પ્રથમ શિવાંગી એ.પાંડવ (જામનગર) ને મિક્ષર ગ્રાઇન્ડર, બીજા નંબરે વિજયાબેન રાઠોડને ટોસ્ટર મશીન, ત્રીજા નંબરે ઝરણા વાય.ચૌહાણને બ્લેન્ડર, ચોથા નંબરે સેજલ કમલેશભાઇ જાદવને વોટર જગ અને પાંચમા નંબરના વિજેતા ચાવડા વિધી અમીતભાઇને કેશરોલ ઇનામમાં આપેલ. ઉપરાંત દરેક વિજેતાને મોમેન્ટો અને સન્માનપત્ર આપવામાં આવેલ.

મેગા દાંડીયા ડેકોરેશનમાં પ્રથમ ફાલ્ગુનીબેન સોઢા (જામનગર)ને મિક્ષર ગ્રાઇન્ડર, બીજા નંબરે જયશ્રીબેન રાઠોડને ટોસ્ટર મશીન, ત્રીજા નંબરે જીજ્ઞાશા આર.પરમારને બ્લેન્ડર ચોથા નંબરે ઇશીતા એસ.મકવાણાને વોટર જગ અને પાંચમા નંબરના વિજેતા ટવીશા ડી.પરમારને કેશરોલ ઇનામમાં આપેલ. ઉપરાંત દરેક વિજેતાને મોમેન્ટો અને સન્માનપત્ર આપેલ.

આરતીથાળી ડેકોરેશનમાં પ્રથમ નંબરે બીના ડી.રાઠોડ (જામજોધપુર)ને મિક્ષર ગ્રાઇન્ડર, બીજા નંબરે નીલાબેન ચાવડા (ભાવનગર)ને ટોસ્ટર મશીન, ત્રીજા જીજ્ઞાસા સી.પરમારને બ્લેન્ડર, ચોથા નંબરે દેવાંગી ડી.પરમારને વોટર જગ અને પાંચમા નંબરના વિજેતા મીનાક્ષી કે.રાઠોડને કેશરોલ ઇનામમાં આપેલ.

આ મેગા કોમ્પીટીશનને સફળ બનાવવા શ્રી રજપૂત યુથ કલબના ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ (શ્રી શ્રી ફાયનાન્સ),અલ્પેશ ગોહીલ, ગૌરવ ચૌહાણ, વિરલ રાઠોડ, મિલન પરમાર, વિપુલ ચૌહાણએ જહેમત ઉઠાવેલ હતી. વધુ માહિતી માટે મો. ૯૮૨૪૮ ૭૦૭૭૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:52 pm IST)