Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ડો.ધવલ ગોધાણીને એકસેલન્સ ઇન હેલ્થ કેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટનો એવોર્ડ

સેલસ હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર

રાજકોટ : સૌરાષ્ટ્રની અગ્રીમકક્ષાની મલ્ટી સુપર સ્પેશ્યાલીટી એવી સેલસ હોસ્પિટલનો મેડીકલ ડાયરેકટર ડો.ધવલ ગોધાણીને તાજેતરમાં જ ભારતના પ્રતિષ્ઠિત ટાઇમ્સ ગૃપ દ્વારા અમદાવાદ ખાતે એકસેલન્સ ઇન હેલ્થ કેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટનો  એવોર્ડ એનાયત કરવામાં આવેલ. ટાઇમ્સ હેલ્થકેર લીડર ૨૦૨૧ અંતર્ગત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ આપવામાં આવેલ. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એક માત્ર એવોર્ડ સાથે સૌરાષ્ટ્રનું નામ રોશન કરેલ છે. આ તકે ડો.ધવલ ગોધાણીએ જણાવેલ કે આ પ્રતિષ્ઠિત સન્માન મેળવવાનો અમને ગર્વ છે. હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફની દિવસ રાત જોયા વગર સખત મહેનતને મળેલુ સન્માન છે. સંપુર્ણ સેલસ પરિવારનો હું આભારી છુ.

આધુનીક સુવિધાસભર આ હોસ્પિટલમાં ડોકટર્સ ટીમમાં ડો. સચીન ભીમાણી (ન્યુરો સર્જન), ડો.વી.બી.કાસુન્દ્રા (ડાયાબીટોલોજીસ્ટ), ડો.નરેશ બરાસરા (ક્રીટીકલ કેર), ડો. સાવન છત્રોળા (ક્રીટીકલ કેર), ડો.હિમાંશુ કાનાણી (ઓર્થોસર્જન), ડો.ભુમીકા કાનાણી, ડો.પ્રતિક રાવલ (લેપ્રોસ્કોપીસર્જન), ડો.આદર્શ ભાલોડીયા (રેડીયોલોજીસ્ટ) તથા તમામ સુપર સ્પેશ્યાલીટી વિભાગ કાર્યરત છે. જયા તમામ સુવિધાઓ ઉપરાંત સીટી સ્કેન સહિત રેડીયોલોજીસ્ટ તથા પેથોલોજી  વિભાગ ઇન હાઉસ ૨૪*૭ કાર્યરત છે.

કોવીડ સંકટમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને ઉત્કૃષ્ટ સેવા અને કાર્યરત તેમજ સ્ટાફની તનતોડ મહેનતથી અસંખ્ય દર્દીઓને નવુ જીવન આપવામાં નિમિત બનેલ. ભવિષ્યમાં સચોટ નિદાન અને ઓછામાં ઓછા ખર્ચમાં સારામાં સારી પેશન્ટ કેર અને સંપુર્ણ પારદર્શક અને માનવિધ અભિગમ સાથે સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓની સેવા કરવાનો નિર્ધાર કરેલ હોવાનુ યાદીમાં જણાવાયુ છે. સેલસ હોસ્પિટલ રૈયા ચોકડી પાસે, રાજકોટ ફો.(૦૨૮૧) ૨૫૮૭૧૦૦/૧૦૧.

(2:53 pm IST)