Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

શનિવારે 'નાચો ઝૂમો, ગાઓ' સંગીતનો કાર્યક્રમ

રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે આયોજન : જૂના ફિલ્મી ગીતો પીરસાશે

રાજકોટ તા.૧૯ : રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે તા. ૨૩ શનિવારે બપોરે ૩:૩૦ વાગ્યે ધમાકેદાર મ્યુઝીકલ કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે 'નાચો ઝુમો, ગાઓ' કાર્યક્રમનું  આયોજન કરાયુ છે.

રાજુ ત્રિવેદી ઓરકેસ્ટ્રાના સથવારે ગાયક શ્રીકાંત નાયર વોઇસ ઓફ રફી કિશોરકુમાર એચ.કે.લીયા વોઇસ ઓફ મુકેશ રેશમા વોઇસ વર્સટાઇલ અશ્વિની મહેતા વોઇસ ઓફ લતા, આશા, શમશાદ બેગમના ફિલ્મી ગીતોની રમઝટ બોલાવાશે.

વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને સુપર કમિટીના સહયોગથી કલબના બહેનોને મનગમતા કાર્યક્રમો આપવામાં આવે છે. હાસ્ય કલાકારો દ્વારા સભ્ય બહેનોને હસાવીને લોથ પોથ કરશે. ડિસેમ્બરમાં મુંબઇનુ નાટક જે રાજકોટમા સર્વપ્રથમ સભ્ય બહેનો માટે રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

તસ્વીરમાં પ્રફુલાબેન મહેતા (મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭), બિંદુબેન મહેતા, હિનાબેન મોદી, પ્રિતીબેન ગાંધી, નીતાબેન મહેતા, અલ્કાબેન ગોસાઇ નજરે પડે છે.

(2:53 pm IST)