Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

માનવમાં ભગવદ શકિત છે

૧૯ ઓકટોબરઃ પરમ પૂજ્ય પાંડુરંગશાસ્ત્રીજીનો જન્મદિવસ

રામ, કૃષ્ણ, શંકરાચાર્ય,વલ્લભાચાર્ય, મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવેજી જેવી વિભૂતિઓનું જીવન એક શબ્દમાં કહેવું હોય તો કહેવાય કે રામ એટલે સત્ય  કૃષ્ણએટલે પ્રેમ, વલ્લભાચાર્ય એટલે સમાજીકીકરણ – ત્યારે પૂજનીય દાદાજી એટલે મનુષ્ય ગૌરવ પ્રણેતા.હજારો વર્ષોથી માનવ પોતાનું મુલ્ય ભૂલી ગયો હતો તેની નજરમાં મુલ્ય હતું કેવળ તેના સુવર્ણના પાત્રનું, મનુષ્યના પદ, પ્રતિષ્ઠા, પદવી, પૈસા અને શારીરિક સૌન્દર્ય જેવા સુવર્ણમયપાત્રોમાં પોતાનું મનુષ્યત્વ અને ઇશ્વત્વ ખોઈ બેઠો હતો. જેન પાસે આ બાહ્ય આભૂષણોના લીધે પોતાને મોટો સમજતો હતો.જેની પાસે આ બાહ્ય વૈભવના હોય તે પોતાને હીન દિન, લાચાર અને બાપડો સમજતો હતો અને પરીસ્થિતિનો દોષ પોતાના નસીબ અને ભગવાનને આપતો હતો.

 પદ-પૈસા-પાવર અને પદવી જેવા બાહ્ય સૌન્દર્યમાં જ ગૌરવ છે. આસમજવાવાળો મનુષ્ય આ વસ્તુઓ પ્રાપ્ત કરવામાં જ  મનુષ્યજીવનનું ઇતિ કર્તવ્ય સમજીને તેની પ્રાપ્તિ માટે બધા નૈતિક  અનૈતિક માર્ગોનું અનુસરણ કરતા હતા . ખુરશી પ્રાપ્ત કરવા માટે પૈસા ભેગા કરવા અને પૈસા કમાવા માટે ખુરસી પ્રાપ્ત કરવી. પૈસા આપીને પદવી પ્રાપ્ત કરવી અને એવી ખોટી પદવીથી પૈસા કમાવવા આવા વિષચક્રમાં તે અટવાયો હતો.

 સમાજ પણ આ બાહ્ય વસ્તુઓંની પ્રશંશા કરે છે અને તેને પ્રાપ્ત કરનારની સામે જ ઝુકે છે . આ બાહ્ય ઘરેણાઓંને લીધે સમાજમાં પદ, ભેદ નિર્માણ થાય છે. શ્રીમંત – ગરીબ,શીક્ષિત –અશિક્ષિત,સતાધીસ સતાહીન  વિવિધ જ્ઞાતી-જાતિ , વિભિન્ન ભાષા બોલવાવાળા, વિવિધ રાજ્યો, દેશો, વિભિન્ન સ્થિતિ- વિવિધ સંપ્રદાયો  વિવિધ – વાદો, વિભિન્ન ઉમર વિવિધ માન્યતા-શ્રદ્ધા મત વિવિધ વ્યવસાય ધરાવતા અનંત ભેદો સમાજમાં દેખાય છે.

 આવી પરિસ્થિતિની ચિંતા અને વ્યથા કોઈને પાન થતી ન હતી. જેમની પાસે આ સમજણ હતી તેવા તથા કથિત વિચારવાન્તો શું  કરીએ ? આ કાળ જ વિપરીત છે. આમ કહીને પરિસ્થિત શરણ થઈ જતા હતા.

 મનુષ્યનું આત્યંતિક અધપતન કરનારી આ પરિસ્થિતિ આહાવાનનો સ્વીકાર કર્યો કેવળ પૂજનીય દાદાજીએ. પૂજ્યદાદાજીનો પહેલેથી જ આગ્રહી મત હતો કેમાનવમાં ભગવદ શકિત છે તેથી માનવમાત્રનુંગૌરવ માનવને તેમાં વધુ શું કે ઓછું શું  તેન જોતા માનવમાત્ર પ્રભુનો અંશ છે તે જોયું . પૈસા–સતા–પ્રભાવ, કીર્તિ, નિપુણતાપણના જોઈ. તેન સંસ્કાર,શિક્ષણ નાત-જાત આ પાનબના જોયું .

 મનુષ્ય પોતાનીં તરફ અને બીજાની તરફ જોવાની દ્રષ્ટિ ગૌરવપૂર્ણ થાય આ હેતુ થી પૂજ્ય દાદાજીએ પોતાનું સંપૂર્ણ જીવન તન-મન -ધનથી સમર્પિત કર્યું. ગીતામાં કહેલ સર્વસ્યચાહં હ્રર્દીશાનીવીષ્ટો આ શ્લોકનો આધાર લઈ સંપૂર્ણ માનવજાતની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવવાનું યુગપરીવર્તક કાર્ય પૂજ્ય દાદાજી એ કર્યું.

 ત્રિકાળ સંધ્યા દ્વારા ભગવાન મારા હ્રદયમાં વસે છે અને મારા પરના પ્રેમને લીધે તે મારું જીવન ચલાવે છે . આ વાત સમજાવીને પૂજનીય દાદાજી એ લાખો લોકોના જીવનમાં કૃતજ્ઞતા નિર્માણ કરી છે. ભગવાનનું સાનિધ્ય સામીપ્ય સામર્થ્ય અને સંબધનું ભાન કરાવ્યું છે. માણસમાં રહેલી લઘુતાગ્રંથી-ગુરુતાગ્રંથી અને ભયગ્રંથીનું નિર્મુલન થાય છે. વિષયો–વિકારો-વાસના સામે તે વામણો બનતો નથી. ભગવાન મારી સાથે છે. તેથી મારું પોતાનું ગૌરવ અને સામેની વ્યકિતમાં પણ તેજ ભગવાન  રહેલા છે. તેથી બીજી વ્યકિત જોડે પાન પરસન્માન. આમ સ્વગૌરવૅપરસન્માન મળીને મનુષ્ય ગૌરવ. મને ભગવાનને પદ-પ્રતિષ્ઠા-પૈસા-સતા બધું જ આપ્યું છે. તો તેની પરમ કૃપા છે. આ સમજણથીગુરુતાગ્રંથી નહિ.   સ્વાધ્યાય કેન્દ્રના માધ્યમથી તમામ દુન્યવી મનભાવો છોડીને એક કલાક એક ભગવાનના દીકરા તરીકે બેસવાનો નિર્મળ આનંદ માણતા-માણતા જીવન વિષયક વિચાર ભાવનું સિંચન પૂજ્ય દાદાજી એ કર્યું છે. ધર્મ સંપ્રદાયથી પરે જઈને ભકિતની સાચી કલ્પના આપી –વ્યકિત એક સમજણ છે. એક વૃતિ છે. ભગવાન સતત મારી જોડે છે. સ્વકર્મણાના વિવિધ પ્રયોગો આપીને માનસ માત્રનું ગૌરવ જાળવ્યું છે.

પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

 (પૂજનીય દાદાજી) ના વિચારો ના આધારે 

સંકલનકર્તા –

વલ્લભભાઈ એ. .ગજેરા,

 નિવૃત  બેન્કર, રાજકોટ 

મો.૯૮૨૪૪ ૫૮૯૮૮

(2:59 pm IST)