Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રૂ. ૮૬ કરોડની થાપણના ઉચાપત કેસમાં બે મહિલાઓ સહિતના આરોપીઓની ''ચાર્જશીટ'' બાદની જામીન અરજી રદ

કરોડોની થાપણ ગુજરનારના પુત્રએ કુટુંબીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરેલ છે : અદાલત

રાજકોટ, તા. ૧૯ : રૂ. ૮૬ કરોડની થાપણના ઉચાપતના કેસોમાં ર-મહિલા સહિત ત્રણ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી સ્પે. કોર્ટ રદ કરી હતી.

માય-મની સોલ્યુશન્સ નામથી પેઢી ચલાવતા ઈન્દ્રજીતસિહ સુરપાલસિહ  ગોહિલએ ૨૧૯ થાપણદારો પાસેથી ઉચ્ચા વ્યાજ અને મોટા નફાની લોભામણી જાહેરાતો  આપી રૂ.૮૮૬-કરોડની થાપણો મેળવલ હતી. જાન્યુઆરી-૨૦૨૧ મા ઈન્દ્રજીતસિહ  સુરપાલસિહ ગોહિલનુ અવસાન થતા તમામ થાપણદારોએ ગુજ. ઈન્દ્ર્જીતસિહ ગોહિલના  પિતા સરપાલસિહ પાસે પોતાની થાપણોની રકમો પરત માગેલ હતી.

આ માગણી સામે  સુરપાલસિહએ તમામ થાપણદારોને રકમ પરત ચુકવવાનો ઈન્કાર કરી આવી માગણી ન  કરવા ધમકીઓ આપેલ હતી. આથી થાપણદારોએ ભાવનગર જિલ્લાના નિલમબાગ  પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવેલ. જે ફરીયાદની તપાસ દરમ્યાન તપાસનીશ અમલદારે  ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલના પિતા સુરપાલસિહ તથા માતા પ્રવિણાબા સુરપાલસિહ અને  પત્નિ તૃપ્તિબા ઈન્દ્રજીતસિહ તેમજ પિતરાઈ ભાઈ જયદિપસિહ ગોહિલની ધરપકડ કરેલ  હતી.

આ જામીન અરજીઓની સુનવણી દરમ્યાન તમામ આરોપીઓ વતી રજુઆત  કરવામા આવેલ હતી કે, માય-મની સોલ્યુશન્સ નામનો ધધો ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલ  કરતા હતા અને હાલના આરોપીઓને ગૃુજરનારના આ ધંધા સાથે કોઈપણ પ્રકારની  નિશ્બત નથી તેથી ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલના કૃત્યો બદલ તેમના પરિવારજનો સામે  ગુન્હો નોધી ધરપકડ કરી શકાય નહી. સરકાર તરફે રજુઆત કરતા સ્પે. પી.પી.  એસ.કે.વોરાએ જણાવેલ હતુ કે ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલ થાપણો મેળવવાનો જે  વ્યવસાય કરતા હતા તે માટે તેઓએ સરકારની કે આર.બી.આઈ.ની કોઈ પરવાનગી     લીધેલ ન હતી તેમજ આ પેઢી કોઈપણ જગ્યાએ રજીસ્ટર કરવવામાં આવેલ ન હતી. આ  રીતે ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલનો થાપણો મેળવવાનો વ્યવસાય સદંતર ગેરકાયદેસર હતો. આ રીતે મેળવવામા આવેલ થાપણોમાથી ઘણી મોટી રકમો આંગડીયા પેઢી મારફત અલગ  અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવામા આવેલ હતી. આગડીયા પેઢીનો ધંધો કાયદા મુજબ માન્ય  ધંધો નથી અને જે વ્યકિત આંગડીયા મારફત મોટી રકમોની હેરફેર કરે છે તેઓ ઈન્કમ  ટેક્ષની જોગવાઈઓથી બચવા માટે અને સાચી રકમો ઈન્કમ ટેક્ષ રીટર્નમાં છુપાવવા માટે  આંગડીયા પેઢી મારફત કાળા નાણાની હેરફેર કરે છે. આ આરોપીઓએ માય મની  સોલ્યશન્સમા થાપણદારો પાસેથી જે રકમ મેળવેલ તે રકમો ચેકથી મેળવેલ હતી ત્યારે  પેઢી ના વહીવટદારોએ આંગડીયા પેઢી મારફત રોકડા નાણાંની હેરફેર કરેલ છે. આથી  સ્પષ્ટ થાય છે કે થાપણદારોની કાયદેસરની રકમને કાળા નાણામા ફેરવી માય મની  સોલ્યુશન્સ આંગડીયા પેઢીઓ મારફત પણ ગેરકાનુની વ્યવહાર કરતી હતી. આ રીતે  ટ્રાન્સફર થયેલ રકમોમા હાલના આરોપીઓના બેક ખાતામા પણ મોટી રકમો ટ્રાન્સફર  થયેલ હતી. ગુજ. ઈન્દ્રજીતસિહ ગોહિલના પિતા, માતા અને પત્નિએ આ રીતે પોતાના  બેક ખાતામા મેળવેલ રકમ નામ. કોર્ટમા જમા કરાવવાની કોઈ જ પ્રકારની તૈયારી દર્શાવેલ  નથી. આ વર્તુણકથી સાબિત થાય છે કે, હાલના આરોપીઓ ગજ. ઈન્દ્રજીતસિહ ગોહિલના  ગેરકાનુની વ્યવસાયના સ્પષ્ટ લાભાર્થી છે અને તેમ છતા આવી મેળવેલ રકમ થાપણદારોને  પરત ચુકવવાની કોઈ જ તેયારી દાખવતા નથી. આ પ્રકારના લાભાર્થીઓને જામીન ઉપર  મુકત કરવા કાયદાકીય ઉદેશથી વિરૂધ્ધની વાત છે. ગુજરાત સરકારે થાપણદારોની  થાપણોની સુરક્ષા માટે જયારે ખાસ પ્રકારે કાયદો બનાવેલ હોય ત્યારે આ કાયદાના ઉદેશ  સાથે સુસગત હોય તેવા પ્રકારના જ હુકમો નામ. અદાલતે કરવા જોઈએ. સ્પે. પી.પી.ની  આ રજુઆતના અતે નામ. સેશન્સ જજે બંને મહિલાઓ સહિત ૪-આરોપીઓની  ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે.   

આ કેસોમા સ્પે. પી.પી. તરીકે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ છે.

(3:00 pm IST)