Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રૈયા ચોકડીએ કિસ્મત હોટેલ નજીક દરોડોઃ હોટેલ સંચાલક સહિત બે વરલી રમતાં પકડાયા

કાનજી ગોહેલ અને ચુનિલાલ રામોલીયા પકડાયાઃ ક્રાઇમ બ્રાંચના એમ.વી. રબારીની ટીમનો દરોડોઃ બંને અગાઉ પણ ઝડપાયા હતાં

રાજકોટ તા. ૧૯: રૈયા ચોકડીએ આવેલી કિસ્મત હોટેલનો સંચાલક યુવાન અને હરિ ધવા રોડ પર રહેતો જમીન મકાનનો ધંધાર્થી હોટેલ નજીક ઉભા રહી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં હોઇ ક્રાઇમ બ્રાંચે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ડીસીબીના પુષ્પરાજસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી દરોડો પાડી કિસ્મત હોટેલ પાસેથી આ હોટેલના સંચાલક કાનજી મછાભાઇ ગોહેલ (ભરવાડ) (ઉ.૩૮-રહે. જય રવેચી કૃપા, ૧-યોગીનગર રૈયા ચોકડી) તથા ચુનીલાલ બટુકભાઇ રામોલીયા (પટેલ) (ઉ.૪૬-રહે. હરિ ધવા રોડ નહેરૂનગર ગુરૂકૃપા સોસાયટ-૨ ખોડિયાર કૃપા)ને પકડી લઇ રૂ. ૩૯૨૦ રોકડા તથા આંકડા લખેલી એક ડાયરી, ત્રણ બોલપેન, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસના કહેવા મુજબ ચુનિલાલ રામોલીયા જમીન મકાનનો ધંધો કરે છે અને સાઇડમાં આંકડા લેવાનું કામ કરે છે. તે આંકડા લખવા આવ્યો હતો અને કાનજી ગોહેલ તેની પાસે આંકડા લખાવતો હતો.  ચુનિલાલ જૂગરના કેસમાં અગાઉ ત્રણ વખત અને કાનજી એક વખત પકડાઇ ચુકયો છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા એમ. પરમાર, પ્રતાપસિંહ ડી. ઝાલા, દિગુભા જાડેજા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, અશોક ડાંગર, સોકતભાઇ, ધમભા અને પુષ્પરાજસિંહે આ કામગીરી કરી હતી.

(3:01 pm IST)