Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

અમીન માર્ગ પર મોબાઇલની આઇડીમાં જૂગાર રમતો છાત્ર હર્ષ કપૂરીયા પકડાયો

અગાઉ તન્જીમ સાંઘને આઇડી આપનાર દૂધની ડેરીના પરવેઝ મેમણને પણ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે પકડી લીધો

રાજકોટ તા. ૧૯: મોબાઇલ ફોનની આઇડીમાં જૂગાર રમતાં વધુ એકને ક્રાઇમ બ્રાંચ પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે પકડ્યો છે. તેમજ અગાઉ પકડાયેલા શખ્સને આઇડી આપનારાને પણ પકડી લેવાયો છે.

અમની માર્ગ તપોવન સોસાયટી-૬ના ખુણા પરથી હર્ષ રાજેશભાઇ કપૂરીયા (ઉ.૨૨-રહે. નાના મવા રોડ, તાપસ સોસાયટી-૨, પ્લોટ નં. ૧૫)ને મોબાઇલ ફોનમાં આઇડી પર જૂગાર રમતો હોઇ ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ નિમાવત અને ચેતનસિંહ ચુડાસમાની બાતમી પરથી પકડી લઇ મોબાઇલ ફોન તથા રૂ. ૧૪૮૦ રોકડા મળી રૂ. ૬૪૮૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. હર્ષ અભ્યાસ કરે છે. મોબાઇલની આઇડી કોની પાસેથી મેળવી  તેની તપાસ થઇ રહી છે.

જ્યારે અન્ય દરોડામાં પરવેઝ અરીફભાઇ મેમણ (ઉ.૩૧-રહે. દૂધ સાગર રોડ ભગવતી સોસાયટી-૨ કોૈશર મંજીલ)ને પકડી લેવાયો છે. તેની પાસેથી રૂ. ૫૦૦ રોકડા, મોબાઇલ ફોન મળી રૂ. ૧૬૭૦૦ની મત્તા કબ્જે કરાઇ છે. અગાઉ કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે ગેલેકસી પાન સામે રોડ પર ઉભા રહી મોબાઇલ ફોનની આઇડીમાં જૂગાર રમતાં તન્જીમ સાંધની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પુછતાછમાં પોતાને આઇડી પરવેઝે આપ્યાનું કબુલ્યું હોઇ આ ગુનામાં પરવેઝને પકડાયો છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા, કુલદિપસિંહ જાડેજા, જયદિપસિંહ બોરાણાએ કાર્યવાહી કરી હતી.

(4:25 pm IST)