Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

જુના મોરબી રોડ પરથી ભરત રાઠોડને ૧૨ હજારના દારૂ સાથે બી-ડિવીઝન પોલીસે પકડ્યો

પીઆઇ એમ. બી. ઓસુરા, પીએસઆઇ એચ. એમ. જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: જુના મોરબી રોડ પર ધોળકીયા સ્કૂલવાળી શેરી પાસેથી ભરત દામજીભાઇ રાઠોડ (ઉ.૩૩-રહે. ગાંધી વસાહત સોસાયટી પારસીના કૂવા પાસે જુના મોરબી રોડ સીટી સ્ટેશન પાસે)ને બી-ડિવીઝન પોલીસે રૂ. ૧૨ હજારના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લઇ રૂ. ૨૫ હજારનું જીજે૦૩એફજે-૭૧૩૮ નંબરનું એકસેસ વાહન પણ કબ્જે કર્યુ છે. આ શખ્સ છુટક મજૂરી કામ કરે છે.

બી-ડિવીઝનના એએસઆઇ સલિમભાઇ માડમ, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી. પકડાયેલો ભરત કોની પાસેથી આ દારૂ લાવ્યો? કોને કોને આપ્યો કે આપવાનો હતો? તે અંગે તપાસ થઇ રહી છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના અને પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્સ. કેતનભાઇ નિકોલા, પ્રકાશભાઇ ખાંભરા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, દિલીપભાઇ ખાંભરા, મિતેશભાઇ આડેસરા, ચાંપરાજભાઇ ખવડ, મહેશભાઇ ખાંભલીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને કિસન સભાડે આ કામગીરી કરી હતી.

(3:02 pm IST)