Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

એડીશ્નલ કલેકટર કેતનભાઇ ઠકકર અને આરતીબેન ઠકકરને ફુલડે વધાવાયા

મહિલા મિલન કલબ અને ઉત્કર્ષ સંસ્થા દ્વારા જ્ઞાતિ ગૌરવનું બહુમાન

રાજકોટ : મહિલા મિલન કલબ અને બાળકો માટે સતત પ્રવૃત્તિશીલ ઉત્કર્ષ કલબના સંયુકત ઉપક્રમે બાળકો, યુવતિઓ અને બહેનો માટે યોજાયેલ રાસોત્સવના સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવા માટે વિશેષ અતિથિ તરીકે વ્યસ્ત સમયમાંથી ખાસ સમય કાઢી ઉપસ્થિત રહેલ જ્ઞાતિ ગૌરવ એવા રાજકોટના રેસી. એડીશ્નલ કલેકટર કેતનભાઇ ઠકકર અને શ્રીમતી આરતીબેન ઠકકરનું વિશિષ્ટ બહુમાન તેમની સેવાકીય પ્રવૃત્તિઓ ધ્યાને લઇ કરવામાં આવ્યુ હતુ. સન્માનમાં જગદીશભાઇ ગણાત્રા, મહિલા મિલન કલબ રાસોત્સવના સફળ સુકાની રીટાબેન કોટક, રંજનબેન પોપટ, ભાવનાબેન શીંગાળા, જયોતિબેન ગણાત્રા, લતાબેન રાયચુરા, ચંદુભાઇ રાયચુરા, ભુપેન્દ્રભાઇ કોટક વગેરે સામેલ થયા હતા.

(3:03 pm IST)