Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પ.પૂ. મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં

રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્સવ ઉપક્રમે મોરબી ખાતે યોજાયું ભવ્ય અમૃત સંમેલન : સંતો-ભક્તોએ પુલ દુર્ઘટનાનાં દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવી


રાજકોટ ગુરુકુલને 75 વર્ષ પૂર્ણ થતાં ડીસેમ્બરમાં ઉજવાનાર મૂલ્ય સભર અમૃત મહોત્સવના ઉપલક્ષમાં સનસીટી ગ્રાઉન્ડ - મોરબી ખાતે તારીખ- 17/11/2022, ગુરુવારના રોજ રાત્રે ભવ્ય અમૃત સંમેલન યોજાયું હતું
જેમાં વિરલ વ્યક્તિત્વ ધરાવનાર પ્રગલ્ભ મહાપુરુષ પ.પૂ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પ.પૂ. મહંત સ્વામી, પૂ. નારાયણપ્રસાદ સ્વામી તથા 35 જેટલાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો દર્શન આશીર્વચન તથા અમૃત મહોત્સવનું આમંત્રણ પાઠવવા પધાર્યા હતા...
નાના બાળકો દ્વારા ભક્તિનૃત્યો તથા યુવાનો દ્વારા પારિવારિક મૂલ્યોને પોષિત કરતું રૂપક પ્રસ્તુત કર્યું હતું... સાથે સાથે ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 15 મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગાન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી... આ પ્રસંગે મોરબીના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી ગોવિંદબાઈ વરમોરા, મગનભાઈ ભોરણીયા, વલ્લભભાઈ ગાંભવા, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ કાલરીયા તથા 1400 ઉપરાંત ભાવિકોએ દર્શન-સત્સંગનો લાભ લીધો હતો..

 

(12:54 pm IST)