Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગોંડલના દારૂના ગુનામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો

રાજકોટ તા.૧૯ : ગોંડલ તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં વોન્‍ટેડ આરોપીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નાસતા ફરતા આરોપીઓપેન પકડી પાડવા આપેલ સચુનાઓ અન્‍વયે એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ. વી.વી. ઓડેદરા  પો.સબ.ઇન્‍સ. એચ.સી. ગોહિલ તથા પો.સબ.ઇન્‍સ. ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ સ્‍ટાફ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન પો.હેડ કોન્‍સ. રવિદેવભાઇ બારડ, પો. કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર તથા નૈમીષભાઇ મહેતાને મળેલ હકિકત આધારે મોરબી જીલ્લાના રામપર પાડાબેકર ગામેથી ગોંડલ તાલુકા પો. સ્‍ટે.ના ગુનામાં નાસતા  ફરતા (લીસ્‍ટેડ) આરોપી કૌશિક દિનેશભાઇ ગાંગાણી ઉ.વ.ર૦ ધંધો ખેતી રહે.શ્રધ્‍ધા સોસાયટી શેરી નંબર પ નેહરૂનગર મેઇન રોડ  શ્‍યામ બેકરી રાજકોટ મુળ ગામ રામપર પાડાબેકર તા.જી.મોરબીને દબોચી લઇ ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

(4:07 pm IST)