Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

એટ્રોસીટી હત્‍યાની કોશિષના ગુનામાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૧૯ : બામણબોરના ગારીડામાં એટ્રોસિટી અને છરી, લોખંડના પાઇપ વડે થયેલ ખૂન કરવાની કોશીષના ગુન્‍હામાં આરોપીઓના રેગ્‍યુલર જામીન સેશન્‍સ કોર્ટ દ્વારા મંજુર કરાયા છે.

કેસની વિગત મુજબ એરપોર્ટ પોલીસ સ્‍ટેશને કેતનભાઈ સોમાભાઇ બથવારે ફરિયાદ આપેલી કે, સગીર આરોપી અને અનીલ જેરામભાઈ ધરજીયા સાથે અગાઉ નવરાત્રી દરમ્‍યાન સામાન્‍ય બોલાચાલી થયેલ. જેની અદાવત રાખી બે સગીર આરોપી અને પરસોતમ ઉર્ફે પસો પ્રેમજીભાઈ ધરજીયા, વિપુલ કલ્‍યાણભાઈ ઝાપડીયા, અનીલ ધરજીયા, ધાર્મીક કીરીટભાઈ વાઘેલાએ જીવલેણ હુમલો કરી, જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરેલ. આરોપીઓની ધરપકડ બાદ જામીન માટે અરજી ગુજારતા આરોપીના વકીલની તર્કબદ્ધ દલીલો અને વિવિધ ચુકાદા ધ્‍યાને લઇ સેશન્‍સ કોર્ટે આરોપીઓને જામીન ઉપર મુક્‍ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રાહુલ બી. મકવાણા, કલ્‍પેશ એલ. સાકરીયા, અશ્વિન ડી. પાડલીયા, ભાર્ગવ ડી. બોડા, કૃણાલ એસ. વીંધાણી, રવિ વી. રાઠોડ તથા જુનિયર આસિસ્‍ટન્‍ટ તરીકે મિલનભાઈ થોરિયામેર તથા કાનજીભાઇ શેખ રોકાયેલા હતા. 

(3:13 pm IST)