Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વિપ્ર કન્યાને સંબંધ રાખવા બળજબરી કરી આપઘાતની ફરજ પાડવા અંગે મુસ્લિમ યુવાનને પાંચ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

બ્રાહ્મણ કન્યાને આપઘાત કરવો પડે તેટલી હદે આરોપીએ ત્રાસ ગુજારેલ છેઃ સરકારી વકીલ વોરા

રાજકોટ તા.૧૯ અત્રે ૨૮ વર્ષની યુવાન બ્રાહ્મણ કન્યાને ત્રણ વર્ષથી પજવણી કરતા અને સંબંધ રાખવા જબરદસ્તી કરી ધમકીઓ આપવાના અને બ્લેકમેઇલ કરવાના ગુન્હા સબબ રાજકોટની સેસન્સ અદાલતે ઇલ્યાસ ઇકબાલ કુરેશીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ પર પોતાના કુટુંબ સાથે રહેતી યુવાન બ્રાહ્મણ કન્યાને વર્ષ ૨૦૧૧થી પોતાની સાથે ધરાર સંબંધ રાખવા માટે ઇલ્યાસ ઇકબાલ કુરેશી બળજબરી કરતો હતો તેમજ પોતાને વશ ન થનાર આ કન્યાને જાનથી મારી નાખવાની ધમકી આપતો તેમજ અલગ અલગ રીતે તેણીને બ્લેકમેઇલ કરતો હતો. ત્રણ વર્ષના આ પ્રકારના ત્રાસના અંતે કન્યાએ તા.૫/૪/૨૦ઁ૧૪ના રોજ થયેલ હોવાથી તેણીને હોસ્પિટલમાં દાખલ કરેલ હતી. શરીરના સળગી ગયેલ ભાગોની ગંભીરતા જોતા આ કન્યા બચી શકે તેમ નહી લાગતા પોલીસ અમલદારે તેણીનું મરણોન્મુખ નિવેદન (ડાઇંગ ડેકલેરેશન) નોંધાવેલ હતું. આ ડાઇંગ ડેકલેરેશનને બેઇઝ બનાવી પ્રોસીકયુશનનો કેસ રજુ કરવામાં આવેલ હતો. ડાઇંગ ડેકલેરેશન અને ફરિયાદની વિસંગતતાઓ ઉપર બચાવ પક્ષે દલીલો કરી જણાવેલ હતુ કે મરણજનારનું ડાઇંગ ડેકલેરેશન અને ફરિયાદ ખોટા અને ઉભા કરેલા પ્રસંગોથી ભરેલું છે તેથી આરોપીને નિર્દોષ છોડી દેવો જોઇએ

સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રીએસ.કે.વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતુ કે ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરના દર્દી પણ પોતાનો જીવ બચાવવા માટે તમામ પ્રયત્નો કરે છે ત્યારે સંપૂર્ણરીતે સ્વસ્થ અને યુવાન કન્યા સળગીને આત્મહત્યા કરવાની હદ સુધી જાય ત્યારે આ કન્યા ઉપર કેટલો માનસીક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હશે તે ફકત કલ્પનાનો વિષય છે. નેવું ટકા શરીર જયારે થર્ડ ડીગ્રી સુધી સળગી ગયેલ હોય તેવી સ્થિતિમાં આવી વ્યકિત પાસેથી સામાન્ય માણસમાં હોય તેવી વર્ણન કરવાની સ્પષ્ટતા ન હોય શકે અને તેવી અપેક્ષા પણ રાખી શકાય નહી. છુટા છવાયા પ્રસંગો અને અવ્યવસ્થિત વાકય રચનામાંથી જ અદાલતે આત્મહત્યા કરનારની માનસીક અને શારીરિક સ્થિતિનો અંદાજ બાંધી આરોપીને તકસીરવાન ઠરાવવો જોઇએ. શ્રી સરકાર તરફેની તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ શ્રીબી.બી.જાદવ સાહેબએ આરોપી ઇલ્યાસ ઇકબાલ કુરેશીને ઇ.પી.કો.કલમ–૩૦૬(આપઘાતની ફરજ પાડવી), ૩૨૬ (ગંભીર શારીરિક ઇજાઓ પહોંચાડવી) અને ૩૫૪ (સ્ત્રીની છેડતી અને હેરાનગતી કરવી) ના ગુન્હાઓ સબબ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૃ.૩૦૦૦/-નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં શ્રીસરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રીસજંયભાઇ કે.વોરા રોકાયેલ હતા.

(3:18 pm IST)