Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મુંજકામાં વેપારી રાજેન્‍દ્રસિંહ પર પુર્વ સરપંચ જે.ડી. જાદવ સહિત ચારનો હુમલોઃ બે દાંત પડી ગયા

શ્‍યામાપ્રસાદ મુખર્જી સોસાયટીના પ્રશ્નોમાં રસ લેવાની જયેશ જાદવને ના પાડી હતી અને સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાંથી રીમુવ કરતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧૯: મુંજકા ગુ.હા.બોર્ડ સોસાયટી ૧૩ માળીયા એચ વીંગ નં. ૧૩૦૧માં રહેતાં અને સબ મર્શીબલનો વેપાર કરતાં રાજેન્‍દ્રસિંહ પથુભા ઝાલા (ઉ.વ.૪૭) રાતે દૂકાનેથી ઘર તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે મુંજકામાં પાણીના ટાંકા પાસે પહોંચ્‍યા ત્‍યારે મુંજકાના પુર્વ સરપંચત જયેશ ડી. જાદવ, વિશાલ આહિર, નવઘણ આહિર અને જયદિપ ઉર્ફ લાલો જળુએ પાઇપથી હુમલો કરી માર મારતાં અને બે દાંત પાડી નાંખતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

હેડકોન્‍સ. ઇકબાલભાઇ મોરવાડીયાએ રાજેન્‍દ્રસિંહની ફરિયાદ પરથી ચારેય વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. રાજેન્‍દ્રસિંહ ભુતખાના ચોકમાં પી. આર. બ્રધર્સ નામે સબમર્શીબલની દૂકાન ચલાવે છે. તે રાતે દૂકાનેથી ઘરે જતાં હતાં ત્‍યારે મુંજકા પાણીના ટાંકા પાસે પૂર્વ સરપંચ જે. ડી. જાદવ (જયેશ જાદવ) સહિતના ચારેયએ તેના બાઇકને અટકાવ્‍યુ઼ હતું અને ઝઘડો કરી ઢીકાપાટુ તથા પાઇપથી માર માર્યો હતો.

રાજેન્‍દ્રસિંહે જણાવ્‍યું છે કે અમારી શ્‍યામાપ્રસાદ મુખર્જી સોસાયટીના એસોસિએશનમાં અગાઉ મુંજકાના સરપંચ જયેશ જાદવ દખલગીરી કરતાં હોઇ જેથી મેં વાંધો ઉઠાવતાં મનદુઃખ થયું હતું અને બાદમાં તેને આ સોસાયટીના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાંથી રીમુવ કરી દેતાં તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

(3:47 pm IST)