Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

થોરાળા પોલીસ સ્‍ટેશન સામે ફૂટપાથ પર બેભાન થઇ જતાં યુવાનનું મોત

ટીકુભાઇ મુળ વંથલીના ખોરાસા ગામનો વતની હતોઃ વર્ષોથી પરિવારને છોડીને એકલો રહેતો હતો

રાજકોટ તા. ૨૦: થોરાળા પોલીસ સ્‍ટેશનની સામે ફૂટપાથ પર એક યુવાન બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. પોલીસની તપાસમાં આ યુવાનનું નામ ટીકુભાઇ ભૂપતભાઇ ખાવડીયા (દેવીપૂજક) (ઉ.વ.૪૨) હોવાનું ખુલ્‍યું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે આકસ્‍મીક મોતની નોંધ કરી મૃતદેહનું પોસ્‍ટ મોર્ટમ કરાવ્‍યું હતું. મૃતક મુળ વંથલીના ખોરસાનો વતની હતો અને ત્‍યાં તેને પુત્ર તથા પત્‍નિ સહિતના પરિવારજનો પણ છે. જો કે પોતે કેટલાક વર્ષો પહેલા ઘર છોડીને નીકળી ગયા પછી ગમે ત્‍યાં રહેતો હતો અને છુટક મજૂરી કરતો હતો. બિમારીથી બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્‍યાની શક્‍યતા જણાઇ હતી.

(11:52 am IST)