Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

૨૮મીથી પાંચ દિવસ વિવિધ ગામોમાં છાત્રોના આરોગ્‍યની ચકાસણી કેમ્‍પ

સિસ્‍ટર નિવેદીતા સ્‍કુલ દ્વારા

રાજકોટઃ સિસ્‍ટર નિવેદીતા ફાઉન્‍ડેશનના સહયોગથી સંચાલિત સિસ્‍ટર નિવેદીતા સ્‍કુલ ઓન વ્‍હીલ્‍સની પ્રવૃતિ દ્વારા યુથ વેલનેસ કેમ્‍પ યુવા પ્રગતિ, યુ.એસ.એના સહયોગથી આગામી તા.૨૮.૧ શનિવારથી તા.૧.૨ બુધવાર દરમિયાન નિવાસી શાળાઓ શ્રી જીવનજયોતિ શૈૅક્ષણિક સંકુલ, બોધરાવદર, તા.જસદણ, જિ.રાજકોટ, શ્રીએચ.ડી. ગાર્ડી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વાંગધ્રા, તા.વિછિંયા, જિ.રાજકોટ, શ્રી ઉતર બુનિયાદી વિદ્યાલય, ધજાળા, તા.સાયલા, જિ.સુરેન્‍દ્રનગર,  શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, કાળાસર, તા.ચોટીલા, જિ.સુરેન્‍દ્રનગર તથા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, કુવાડવા તાલુકો, જિલ્લો રાજકોટ ઉપરાંત આરોગ્‍ય ચકાસણીના આ કાર્યક્રમમાંથી શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, નાવા, તા.ચોટીલા અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ધજાળા, તા.સાયલા ખાતે યોજાયેલ છે. યુ.એસ.એ.ના લગભગ ૭ ડોકટરો, ૨ વ્‍યવસ્‍થાપકો, સ્‍થાનિક ૭ ડોકટર્સ, ફાર્માસીસ્‍ટ ૬, નર્સ ૭ વગેરેની મેડિકલ ટીમ અને ૬ કાર્યકરોની ટીમ સેવા આપશે તેમ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી ગુલાબભાઇ જાનીની યાદીમાં જણાવાયુ છે.

(11:54 am IST)