Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આગામી ર૯ જાન્‍યુઆરીએ રાજકોટ સહિત રાજયભરમાં જૂનિયર કલાર્કની પરીક્ષા લેવાશે

તમામ વાહનો GPSથી સજ્જ કરાશે : ૧૧૮૧ જગ્‍યા માટે ૯ લાખ ઉમેદવારોઃ રાજકોટમાં ૪૯૩ કેન્‍દ્રો ૧ાા લાખ પરીક્ષાર્થી

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા આગામી તા. ર૯  ના રવિવારે રાજકોટ સહિત રાજયભરમાં સરકારી ભરતી સંદર્ભે જૂનીયર કલાર્કની પરીક્ષા લેવાશે, આ માટે તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે.વિગતો મુજબ રાજય સરકાર કુલ ૧૧૮૧જગ્‍યા ભરશે, આ માટે ૯ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, રાજકોટ શહેર-જીલ્લામાં ૪૯૩ કેન્‍દ્રો ઉપર ૧ાા લાખ ઉમેદવારો પેપર આપશે. પરીક્ષાને લગતા - પેપર લાવવા લઇ જતા તમામ વાહનો જીપીએસથી સજ્જ કરવા આદેશો કરાયા છે.

(11:56 am IST)