Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જસદણ હવેલીમાં રવિવારે ધર્મોત્‍સવઃ ૧ કિ.મી. લાંબી શોભાયાત્રા

૧૦૦વર્ષ જુની શ્રીનાથજી હવેલીમાં નવનિર્મિત એ.સી.હોલનું અનાવરણઃ આગેવાનો ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે : ૨૮ વર્ષ બાદ છપ્‍પન ભોગનો પ્રસંગઃ દાતાઓનું સન્‍માન, બહેનોનો સાંસ્‍કૃતિક કાર્યક્રમઃ ભવ્‍યાતિભવ્‍ય આયોજન : અધધધ... ૧ કરોડના ખર્ચે હવેલીનું નવનિર્માણ

રાજકોટ, તા. ૨૦ : શ્રીનાથજીની હવેલી જસદણમાં તા. ૨૨-૧-૨૦૨૩ ને રવિવારે ભવ્‍ય છપ્‍પન, ઐતિહાસિક શોભાયાત્રા, નવનિર્મિત સત્‍સંગ હોલનું અનાવરણ સહિતનનો પંચવિધિ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

શ્રીનાથજી હવેલી જસદણ આયોજિત  પંચવિધિ કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૨૨ને રવિવારે બપોરે ૧:૩૦ કલાકે જસદણનાં ગાયત્રી મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. જસદણનાં ઇતિહાસમાં કદી નહી નીકળી હોય તેવી ભવ્‍ય અને દિવ્‍ય શોભાયાત્રા હશે. આ શોભાયાત્રાનું કેસરી ઝંડી આપીને નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્‍પેશભાઈ રૂપારેલીયા, જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, જસદણ યાર્ડના પ્રમુખ અરવિંદભાઈ તાગડીયા, પટેલ સમાજના અગ્રણી વલ્લભભાઈ ખાખરીયા, રઘુવંશી સમાજના અગ્રણી ભરતભાઈ અનડકટ, અગ્રણી ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગત, વીવાયોના સહ પ્રભારી રાકેશભાઈ દેસાઈ, તથા ઉદ્યોગપતિ દિનેશભાઈ વેકરીયાના હસ્‍તે થશે. શોભાયાત્રામાં કીર્તન મંડળી, અદ્યતન બેન્‍ડવાજા પાર્ટી, પાંચ કલાત્‍મક બગીઓ, રાસ મંડળી, ૫૧ બુલેટ બાઈકની રેલી, ફ્‌લેગધારી બાળાઓ, યમુનાજીના લોટીજી તેમજ ભાઈઓ, બહેનો સાથેની શોભાયાત્રા યોજાશે. ગાયત્રી મંદિરેથી શરૂ થયેલી આ શોભાયાત્રા ડીએસવીકે હાઈસ્‍કૂલ રોડ, મોતી ચોક, મેઈન બજાર, ટાવર ચોક, જુના બસ સ્‍ટેન્‍ડ સહિતના વિસ્‍તારોમાંથી પસાર થઈને કાર્યક્રમ સ્‍થળ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચશે.

જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સાંજે ચાર કલાકે મહેમાનોનું શિલ્‍ડ આપીને સન્‍માન, પ્રાસંગિક પ્રવચન, દાતાશ્રીઓનું શિલ્‍ડ આપીને સન્‍માન, બહેનો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજાશે. આ ભવ્‍ય સમારંભના અધ્‍યક્ષ તરીકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા ઉપસ્‍થિત રહેશે. સમારોહના પ્રમુખ સ્‍થાને અગ્રણી ઉધોગપતિ બાનલેબ રાજકોટના મૌલેશભાઈ ઉકાણી, રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા તથા જસદણના ઠાકોર સાહેબ સત્‍યજીતકુમાર ખાચર ઉપસ્‍થિત રહેશે.

સમારોહમાં અતિથિ વિશેષ પદે એન્‍જલ પંપના શિવલાલભાઈ આદ્રોજા, ટર્બો બેરિંગના પ્રતાપભાઈ પટેલ, ઓસ્‍કાર ગ્રુપના બિલ્‍ડર ભાવેશભાઈ તલાવિયા, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના પ્રમુખ મુકેશભાઈ દોશી, રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝિંઝુવાડીયા, હાઈબોન્‍ડ સિમેન્‍ટના વલ્લભભાઈ વડાલીયા, મોઢ મહોદયના પ્રમુખ હર્ષદભાઈ શાહ, મોઢ મહોદયના મંત્રી દિપકભાઈ ધોળકિયા, શિલ્‍પા જવેલર્સના પ્રભુદાસભાઈ પારેખ, લોહાણા મહાજન રાજકોટના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઈ કલ્‍યાણી, વણિક સમાજના અગ્રણી અશ્વિનભાઈ પટેલ, મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઈ છાપીયા, ધોળકિયા સ્‍કૂલના કૃષ્‍ણકાંતભાઈ ધોળકિયા, મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્‍યેશભાઇ વોરા, વિવાયો સૌરાષ્ટ્રના પ્રભારી કૌશિકભાઇ રાબડીયા, બિલ્‍ડર જૈમીનભાઇ ચેતા, જસદણનાં ઉદ્યોગપતિ વલ્લભભાઈ એમ છાયાણી, ફાલ્‍કન પંપના જગદીશભાઈ કોટડીયા, શ્રીરામ એરોસ્‍પેસ એન્‍ડ ડિફેન્‍સના વલ્લભભાઈ સતાણી, રઘુવીર જીનીંગના ઉધોગપતિ રમેશભાઈ જીવાણી, સરગમ ક્‍લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ગિરિરાજ હોસ્‍પિટલના ડો. મયંકભાઈ ઠકકર, દાસપેંડા ભાવનગરના બિરજુભાઈ મહેતા, જેપી જવેલર્સના અશોકભાઈ સતીકુવર, વિવેકાનંદ યુથ ક્‍લબના અનુપમભાઈ દોશી, જોલી સ્‍પિનિંગના જોલીભાઈ, આર્કિટેક્‍ટ દીપેશભાઈ છત્રાલિયા, દશા સોરઠીયા વણિકના મંત્રી જયેશભાઈ ધ્રુવ, કોન્‍ટ્રાક્‍ટર અમીશભાઇ મહેતા, સામાજિક અગ્રણી અશોકભાઈ મહેતા, વિવાયોના મેનેજિંગ ટ્રસ્‍ટી અશોકભાઈ શાહ, આર્કિટેક નિરવભાઈ ખાટ, જસદણ નાં સમાજ અગ્રણી વલ્લભભાઈ ખોડાભાઈ હિરપરા સહિતના અનેકવિધ આગેવાનો  ઉપસ્‍થિત રહેશે.

 જુના યાર્ડ ખાતે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે ૬:૩૦ કલાકે સભા સ્‍થળ પાસે જ મહાપ્રસાદ ભોજનનું આયોજન રાખવામાં આવ્‍યું છે. ઉપરાંત શ્રીનાથજી હવેલી છત્રી બજાર - જસદણમાં સાંજે ૬ કલાક થી રાત્રિના ૧૦ કલાક સુધી છપ્‍પન ભોગ બડો મનોરથના ભવ્‍ય દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. છપ્‍પનભોગ મનોરથના યજમાન મગનલાલ મગનજીભાઈ બાબરીયા પરિવારના હિંમતભાઈ, વાડીલાલભાઈ તથા ચંદ્રકાંતભાઈ બાબરીયા છે. જસદણ હવેલીના નવાનિર્મિત સત્‍સંગ હોલના બાંધકામમાં વિશિષ્ટ સેવા હવેલીના ટ્રસ્‍ટી અને સામાજિક અગ્રણી ભરતભાઈ કે. જનાણીની રહી છે. યાર્ડ ખાતે સાંજે અંદાજે ચાર હજાર લોકો માટે મહાપ્રસાદ ભોજન રાખવામાં આવેલ છે.

જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્‍ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્‍ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્‍ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્‍ટી બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા, આમંત્રિત ટ્રસ્‍ટી મંડળના અશોકભાઈ મહેતા, કિરીટભાઈ છાયાણી, અરવિંદભાઈ પાટડીયા, ચંદુભાઈ ગોટી, કિશોરભાઈ ગઢવી, રમેશભાઈ ગોલ્‍ડનચા, ડો. સંજયભાઈ સખીયા, વિજયભાઈ જે. રાઠોડ, નરેશભાઈ દરેડ, ધર્મેશભાઈ જીવાણી તેમજ કમિટી મેમ્‍બર કિરીટભાઈ મણીયાર, જયકાંતભાઈ છાટબાર, વિઠલભાઈ સખિયા, મિલનભાઈ મણીયાર, સંજયભાઈ પોપટ, ભુપેન્‍દ્રભાઈ ધારૈયા, પ્રકાશભાઈ જસાણી, નીતિનભાઈ ભાડલિયા, અશોકભાઈ દરજી સહિતના હોદેદારો, કમિટી મેમ્‍બરોએ લોકોને છપ્‍પન ભોગ દર્શન, શોભાયાત્રા , સમારોહ તેમજ ભોજન પ્રસાદ વગેરેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.  હવેલીના મુખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશી દ્વારા ઠાકોરજી માટે છપ્‍પન ભોગ સામગ્રી સિધ્‍ધ કરવાની તેમજ શ્રુંગાર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમજ હવેલી કાર્યાલયમાં મેનેજર દિનેશભાઈ ચાવ દ્વારા હવેલી કાર્યાલયની કામગીરી કરવામાં આવશે. ગાયત્રી મંદિરથી જુના માર્કેટિંગ યાર્ડ સુધીના શોભાયાત્રા ના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર અદ્યતન અને વિશાળ કલાત્‍મક કમાનરૂપી ગેઈટ સ્‍વાગત કરતા બેનરો વગેરેનું સુશોભન કરવામાં આવશે. હવેલીના બિલ્‍ડીંગને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્‍યું છે. શોભાયાત્રાના રૂટ ઉપર જુદા જુદા બે સ્‍થળોએ સરબત તથા કોલ્‍ડ્રિંક્‍સ અને પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શોભાયાત્રા યાર્ડ ખાતે પહોંચ્‍યા બાદ ત્‍યાં પણ ચા - પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

 શોભાયાત્રાના રૂટમાં વચ્‍ચે જુદા- જુદા બે સ્‍થળોએ જીવંત રાધા- કૃષ્‍ણ તથા જીવંત શ્રીનાથજી- યમુનાજી મહાપ્રભુજી રાખવામા  આવેલ છે. જસદણમાં આવા ભવ્‍ય મહોત્‍સવને લઈને વૈષ્‍ણવ સમુદાયમાં ભારે ઉત્‍સાહ ફેલાયો છે.

તસ્‍વીરમાં શ્રીનાથજી હવેલીના  પ્રમુખ- કિરીટભાઈ પટેલ (મો.૯૮૭૯૮ ૭૧૮૧૮), ટ્રસ્‍ટી- ભરતભાઈ ધારૈયા, ટ્રસ્‍ટ-ભરતભાઈ જનાણી, ટ્રસ્‍ટી અશોકભાઈ મહેતા, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, ટ્રસ્‍ટી- કિશોરભાઈ ગઢવી, કમીટી મેમ્‍બર- કિરીટભાઈ મણીયાર, સહમંત્રી- સાગરભાઈ દોશી, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

જસદણના  માર્ગો ઉપર રંગોળી, ફૂલોનો શણગારઃ શોભાયાત્રામાં બગીઓ, રાસમંડળીઓ જમાવટ કરશે

રાજકોટઃ જસદણમાં આગામી રવિવારે ઐતિહાસિક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. નવનિર્મિત શ્રીનાથજી હવેલી અદ્યતન સુવિધાઓ સાથે સજજ છે. ૪ હાજર કાર્પેટનો એ.સી. હોલ બનાવવામાં આવ્‍યો છે. આ પ્રસંગે રવિવારે નિકળનાર શોભાયાત્રા માટે જસદણવાસીઓમાં ભારે ઉત્‍સાહ પ્રર્વતી રહ્યો છે. રાજમાર્ગો ઉપર રંગોળી અને ફૂલોની સજાવટ કરવામાં આવી છે. ૧ કિ.મી. લાંબી શોભાયાત્રામાં બગીઓ, રાસમંડળી, બુલેટ સહિતના વાહનોમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડશે.

(12:11 pm IST)