Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

શનિ-રવિ બે દિવસ ‘મેગા હોલી-ડે' મેલા

વોયેજ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા હોટેલ ઇમ્‍પેરીયલ પેલેસ ખાતે આયોજન : દેશ-વિદેશના પેકેજ અંગેની માહિતી અપાશે, વિશેષ ઓફર

રાજકોટઃ વિશ્વભરમાં લોકો ફરી પ્રવાસી બની રહયા છે. હરવા ફરવાના સ્‍થળો ઉપરાંત વિદેશના પ્રવાસે પણ લોકો મોટી સંખ્‍યામાં જઇ રહયા છે ત્‍યારે શહેરની ઇમ્‍પિરિયલ પેલેસ હોટલ ખાતે બે દિવસીય સૌથી મોટો હોલીડે મેલાનું આયોજન ૨૧ અને ૨૨ (શનિ-રવિ) અમદાવાદની પ્રખ્‍યાત ‘બેસ્‍ટ વોયેજ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા કરવામાં આવ્‍યુ છે.

આ અંગે વધુ વિગત આપતા અમદાવાદની બેસ્‍ટ વોયેજ પ્રાઇવેટ લિમિટેડના સૌરભભાઇ અને પંકજભાઇએ યાદીમાં જણાવ્‍યુ છે. કે હવે ગુજરાતના લોકો વિશ્વપ્રવાસીઓ બની ગયા છે અને દેશવિદેશના અનેક હોલિડે અને ટુરિસ્‍ટ ડેસ્‍ટિનેશન પર જવાનો શોખ ધરાવે છે. ત્‍યારે અમદાવાદની બેસ્‍ટ વોયેજ પ્રાઇવેટ લિમિટેડ આયોજિત આ હોલીડે મેલામાં ભારતના અનેક ટુરિસ્‍ટ ડેસ્‍ટિનેશન જેવા કે કેરેલા, કાશ્‍મીર, રાજસ્‍થાન, હિમાચલ પ્રદેશ, સેવન સ્‍ટાર ગણાતા સિકિકમ દાર્જિલિંગ સહિતના પ્રવાસોની સાથે સાથે ગુજરાતના પ્રવાસો વિશે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે અને તેમના બુકિંગ પણ કરવામાં આવશે

ઇમ્‍પિરિયલ પેલેસ ખાતે યોજાનારા આ બે દિવસીય હોલીડે મેલામાં અમેરિકા, યુરોપ, કેનેડા, સાઉથ આફ્રિકા, સિંગાપોર, મલેશીયા ક્રુઝ, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ સહિતના દેશોની શ્રેષ્‍ઠ માહિતી અને પેકેજ આપવામાં આવશે. આ તમામ પ્રવાસો પર ઓન ધ સ્‍પોટ આકર્ષક ડિસ્‍કાઉન્‍ટ પણ ઓફર કરવામાં આવશે.

મુલાકાતીઓ માટે આકર્ષક ગિફટ અને દરેક બુકીંગ પર પણ વિશેષ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. આ ઉપરાંત બે દિવસ દરમિયાન અહી લકી ડ્રો પણ કરવામા ંઆવશે. પ્રીમિયમ ગ્રુપ ટુર અને નિષ્‍ણાંત ટુર લીડર અને ટ્રાવેલ કન્‍સલ્‍ટન્‍ટસનું માર્ગદર્શન મળી રહેશે.ે વિવિધ પ્રવાસોના પ્રેઝેન્‍ટેશન પણ કરવામાં આવશે અને સાથોસાથ રિફ્રેશમેન્‍ટની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે તેમ સૌરભભાઇ અને પંકજભાઇએ જણાવ્‍યુ હતું.

આ અંગે વધુ માહિતી માટે ૮૫૧૧૧ ૧૬૩૧૪/ ૭૫૬૭૫ ૫૫૬૦૨ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે

(3:40 pm IST)