Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આંબાવાડીના બકાલી રમેશભાઇ પર વેવાઇ સહિત ત્રણનો છરીથી હુમલો

રાજકોટ તા. ૨૦: સંત કબીર રોડ પર આંબાવાડી શેરી નં. ૨માં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં રમેશભાઇ પમાભાઇ જખાનીયા (દેવીપૂજક) (ઉ.વ.૩૯)ન કુવાડવા રોડ વેલનાથ પરામાં વેવાઇ ધનજીભાઇના ઘરે હતો ત્‍યારે વેવાઇ ધનજીભાઇ, ગોવિંદ, અજય સહિતે ઝઘડો કરી છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે કુવાડવા પોલીસને જાણ કરી હતી. રમેશભાઇના કહેવા મુજબ વેવાઇએ વાત કરવાના બહાને બોલાવી દિકરી બાબતે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

ખોડિયારનગરમાં પરેશને શહેજાદે છરી ઝીંકી

ગોંડલ રોડ ખોડિયારનગરમાં ખાંડીયા હનુમાન પાસે રહેતાં પરેશ પ્રભાતભાઇ જમોડ (ઉ.૨૭) પર રાતે સાડા બારેક વાગ્‍યે ઘર નજીક શહેજાદ નામના શખ્‍સે ઝઘડો કરી છરીથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. પરેશે રાતે જ હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી.

(3:49 pm IST)