Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઘરેલુ હિંસાના કેસમાં પત્‍નિને ભરણપોષણ ચુકવવા પતિ વિરૂધ્‍ધ કોર્ટનો મહત્‍વનો ચુકાદો

રાજકોટ,તા. ૨૦ : અત્રે એડી.ચીફ. જયુ. મેજી. દ્વારા અરજદાર તરફે ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટની જોગવાઇ હેઠળ ભરણપોષણ મંજૂર કરતો મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટના રહેવાસી-અરજદાર પ્રજ્ઞાબેન વિજયભાઇ જરૂના લગ્ન સામાવાળા વિજયભાઇ મેરામભાઇ જરૂ સાથે તા. ૨૮/૪/૨૦૧૩ના રોજ થયુલ અને સામાવાળાઓ શારીરીક માનસિક ત્રાસ આપતા હોવાથી અરજદારે કોર્ટમાં ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટની કલમ-૧૨ હેઠળ અરજી કરેલ હતી જે અરજી કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરજદારની અરજી અંશતઃ મંજુર કરવામાં આવે છે. તેમજ આ કામના સામાવાળા નં. ૧ના એ અરજદારના સ્‍ટેટસ મુજબ રહેઠાણની વ્‍યવસ્‍થા કરી આપવા અને જો રહેઠાણની વ્‍યવસ્‍થા ન કરી શકે તેમ હોય તો દર મહીને રૂા. ૩૦૦૦ (મકાન ભાડા)ના ચુકવવા તેમજ માસિક ભરણપોષણ પેટેની રકમ રૂા. ૫૦૦૦ દર મહીને નિયમિત રીતે ચડયે ચડયા અરજી કર્યા તારીખથી નાણાકીય સહાય તરીકે ચુકવી આપવા આ કામના સામાવાળા નં. ૧ નાઓએ કૌટુંબીક હિંસાખોરીથીસ્ત્રીઓને રક્ષણ  આપતા કાયદાની કલમ -૧૨ મુજબ અરજદારને વળતર પેટે રકમ રૂા. ૧૦,૦૦૦ ચુકવવા તથા અરજી ખર્ચ પેટે રકમ રૂા. ૨૫૦૦ ચુકવવા હુકમ કરવામાં આવેલ છે.

આ કામે સામાવાળાના એડવોકેટ હાજર ન થતા સામાવાળાનો હકક બંધ કરી અરજદારના એડવોકેટ બકુલ વી. રાજાણીએ ડોમેસ્‍ટીક વાયોલો્‌ે એકટની જુદી-જુદી કલમો મુજબ સામાવાળાએ ત્રાસ આપેલ છે. તેવું સ્‍પષ્‍ટ જણાઇ આવેલ છે. જેથી કોર્ટે બકુલ વી.રાજાણીની દલીલો ધ્‍યાને રાખી અરજદારને તરફેણમાં હુકમ કરેલ છે.

આ કેસમાં અરજદારના એડવોકેટ શ્રી બકુલ વી.રાજાણીની રજુઆત તથા દલીલો ધ્‍યાને લઇ અરજદારની ભરણપોષણની અરજી કોર્ટે મંજૂર કરેલ છે. આ કેસમાં અરજદાર વતી રાજકોટના ધારાશાષાી-શ્રી બકુલભાઇ વી.રાજાણી, કોમલ વી. રાવલ, તથા હર્ષ ધીયા, પ્રકાશ પરમાર, વિજયસિંહ ઝાલા, ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ તથા લીગલ કલાર્ક તરીકે દિલીપભાઇ ત્રિવેદી રોકાયેલ હતા.

(3:53 pm IST)