Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મહાવ્‍યથાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૦ : અત્રે સ્‍વેચ્‍છાપુર્વક મહાવ્‍યથા કરવાના ગુન્‍હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી નિરવ લક્ષ્મણભાઇ દયાતર રહે. કાલાવડ રોડ, આવાસ યોજનાના કવાર્ટર, રાજકોટ વાળા તે આ કામના આરોપીઓ ક૧) યુસુફ ઉર્ફે-બાબો ફારૂક અઘામ (ર) સાહીદ ઉર્ફે-લાલુ રહીમભાઇ કુરેશી (૩) મોહસીન અસલમભાઇ દલવાણી ત્રણે રહે.-બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ વાળાઓ વિરૂધ્‍ધ માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩ર૩, ૩રપ, પ૦૪, પ૦૬ (ર) ૧૧૪ તથા જી.પી.એકટની કલમ-૧૩પ વિગેરે કલમો મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત કામની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી તથા આરોપી પેટ્રોલપંપના બીલના મશીનનો રોલ બદલવા બાબતે બોલાચાલી થયેલ હતી. જેનુ મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદી તથા તેનાં બનેવી કરણભાઇને લોખંડના પાઇપવતી હાથે-પગે તથા કમરના ભાગે મુઢ ઇજા કરી તથા ફરીયાદીને જમણા હાથના ભાગે ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી એક બીજાને મદદગારી કરેલ તે મતલબની ફરીયાદ નોંધાવેલ. જે કામે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.

આ બનાવ પછી પણ ફરીયાદીના રોજીદા કાર્યક્રમ કે વ્‍યવહારમાં કામકાજમાં કોઇ અવરોધ ઉભો થયો હોય તેવુ જણાતુ ન હોય જેથી તે કોઇપણ ભય અથવા ડરની સ્‍પષ્‍ટ ગેરહાજરી દર્શાવે છે જેથી પણ આરોપીઓ વિરૂધ્‍ધનો ગુન્‍હો સાબીત થતો ન હોય નિર્દોષ ઠરાવી છોડી મુકવા દલીલો કરેલ.

ઉપરોકત રજુઆતોને ધ્‍યાને લઇ રાજકોટના મહે. જયુડી.મેજી.સાહેબશ્રીએ આરોપીઓ (૧) યુસુફ-ઉર્ફે બાબો ફારૂક અઘામ (ર) સાહીદ ઉર્ફે-લાલુ રહીમભાઇ કુરેશી (૩) મોહસીન અસલમભાઇ દલવાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાષાી અમીત એન.જનાણી અભય ખખ્‍ખર, ઇકબાલ થૈયમ, કપીલ કોટેચા, ઉર્વી આચાર્ય, તથા આસીસ્‍ટન્‍ટ તરીકે વેદાંશી બગડા રોકાયેલ હતા

(4:06 pm IST)